• શનિવાર, 28 નવેમ્બર, 2026

કાશ્મીરમાં તીવ્ર ઠંડી; કુલગામમાં પાણી જામ્યું

શ્રીનગરમાં માઈનસ 1.9 ડિગ્રી સે.: રાજસ્થાન-એમપીમાં શીતલહેર

નવી દિલ્હી, તા.27 : દેશમાં શિયાળો જામવાનો શરૂ થયો છે. જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરમાં તાપમાન શૂન્ય ડિગ્રીની નીચે માઈનસ 1.9 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. કુલગામમાં ભારે ઠંડીમાં વૃક્ષો પર બરફ જામી ગયો હતો. જળસ્રોતો અને પાણીની પાઈપલાઈનમાં પાણી જામી ગયું હતું.

કાશ્મીરમાં સરકારી અને ખાનગી શાળાઓમાં શિયાળાની રજા જાહેર કરવામાં આવી હતી જે અનુસાર પૂર્વ પ્રાથમિકથી આઠમાધોરણ સુધી 28 ફેબ્રુઆરી સુધી રજા રહેશે જ્યારે નવમાથી બારમા ધોરણના વિદ્યાર્થીઓને 14 ડિસેમ્બરથી 22 ફેબ્રુઆરી રજા રહેશે.

દેશના અન્ય ભાગોમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના 22 શહેરમાં તાપમાન 10 ડિગ્રી સે.થી નીચે ઉતરી ગયૃં હતું. ગઈ રાત્રિના ફતેહપુરમાં4.3 અને મ.પ્ર.ના કરૌદીમાં 6.8 ડિગ્રી તાપમાન રહ્યું હતું. બંને રાજ્યમાં શીતલહેર તીવ્ર બનવાની ચેતવણી આપવામાં આવી હતી.

શિયાળાની અસર દક્ષિણ ભારતમાં પણ દેખાઈ રહી છે. આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજૂ જિલ્લામાં તાપમાન 9.6 ડિગ્રી સે. રહ્યું હતું.

ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, હિમાચલપ્રદેશ સહિત ઉત્તર ભારતના 13 રાજ્યમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક