વડોદરામાં
આતંકવાદી ગતિવિધિઓને લઈને ફરી એક વખત સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ
વડોદરા,
તા. ર7: વડોદરા જિલ્લામાં આતંકવાદી ગતિવિધિઓને લઈને ફરી એક વખત સુરક્ષા એજન્સીઓ સક્રિય
થઈ છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) દ્વારા જરોદ પોલીસ સ્ટેશનની હદમાં જરોદ
બસ સ્ટેશન નજીક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. કાર્યવાહી બાદ વડોદરામાં અગાઉ સામે
આવેલા આતંકવાદી કનેક્શનની પણ ચર્ચા ફરી શરૂ થઈ છે.
થોડા મહિના અગાઉ એટીએસએ સિદ્ધપુર, બનાસકાંઠા અને
ભરૂચ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરીને જૈશ-એ-મોહમ્મદ સાથે કથિત રીતે
જોડાયેલા 13 શખ્સોની ધરપકડ કરી હતી. આ તપાસ દરમિયાન બે શખ્સો સયાજીગંજ વિસ્તારમાં આવેલી
એમ્બેસેડર હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
તપાસમાં
અહમદ ગાજીવાલા અને ઈબ્રાહિમ ઘઘા નામના બે શખ્સો હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા
હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન કાશ્મીરથી એક અન્ય શખ્સ વડોદરા આવ્યો હતો અને
બંનેને મળ્યો હતો. ત્રણેય વચ્ચે રેલવે સ્ટેશન નજીક બેઠક થઈ હોવાની તપાસમાં વિગતો સામે
આવી હતી. બેઠકમાં વધુ લોકોને સંગઠન સાથે જોડવા અંગે ચર્ચા થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં
આવી હતી. તયારબાદ એટીએસની ટીમ અહમદ ગાજીવાલાને સાથે રાખીને એમ્બેસેડર હોટલ પહોંચી હતી
અને તપાસ હાથ ધરી હતી. હોટલના સર્વન્ટ ક્વાર્ટર સહિતના વિસ્તારોની તપાસ કરવામાં આવી
હતી તેમજ કર્મચારીઓની પૂછપરછ પણ કરવામાં આવી હતી. એટીએસની ટીમે હોટલમાં તપાસ કરી હતી,
પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ કે પુરાવો મળ્યો ન હોતો અને થોડી જ મિનિટોમાં ટીમ પરત ફરી
હતી.
જરોદમાં
કારતૂસ સાથે યુવક ઝડપાવાની તાજેતરની કાર્યવાહી અને અગાઉ વડોદરાની હોટલ સુધી પહોંચેલી
આતંકવાદી કનેક્શનની તપાસને પગલે સુરક્ષા એજન્સીઓની તપાસ મહત્ત્વપૂર્ણ બની છે.
-
- -
આતંકવાદીઓઁ
હવે આસામી યુવકોને પસંદ કરે છે ?
અગાઉ
પકડાયેલા શકમંદો પૈકી મોટાભાગના લોકો આર્થિક રીતે નબળા કુટુંબમાંથી આવતા હતા
ભાર્ગવ
પરીખ
દાહોદમાં
જમીનમાં દાટેલી એકે 47 લઇ વડોદરા આવી રહેલા આસામી યુવકની ગુજરાત એટીએસે ધરપકડ વડોદરા
એરફોર્સ અને બીજી સિક્યોરિટી એજન્સી પર હુમલા કરવાના કાવતરાની જાણકારી મળતાં ગુજરાતમાં
સુરક્ષા વ્યવસ્થા સઘન કરવાની સાથે સાથે પંચમહાલ અને દાહોદમાં સઘન ચેકીંગ પણ શરૂ કર્યું
છે .
ગુજરાત
એટીએસના ડીઆઇજી સુનિલ જોશીએ જન્મભૂમિ સાથેની વાતચીતમાં કહ્યું કે , આ આસામથી આવ્યો
હતો મદ્રેસામાં ભણ્યો છે, એના પરિવારના લોકો મજૂરી કામ કરી રહ્યા છે, એને જૈશે એ મહોમ્મ્દ
નાપાકિસ્તાનના ઈબ્ન અબ્દુલ્લા પાસેથી 50 હજાર મળ્યા હતા એમાંથી એને નવો ફોન ખરીદ્યો
હતો, એમાંથી આસામના મહોમ્મ્દ શાર્દૂલ કબિરુદ્દીને નવો ફોન ખરીદી જીન્સ અને ટીશર્ટ પહેરી
વડોદરા એરફોર્સના ગેટ અને સંવેદનશીલ વિસ્તારની રેકી કરી એના પર લાલ નિશાન કરી વિડીયો
અને ફોટા એક નંબર પર મોકલ્યા હતા, એની પાસેથી જેહાદી સાહિત્ય મળ્યું છે, એક વર્ષથી
પાકિસ્તાની ઈબ્ન અબ્દુલ્લાના સંપર્કમાં આવ્યા પછી એનો રેગ્યુલર ફોન અનેકવાર બંધ રહ્યો
ચેહ એ સમયગાળા દરમ્યાન એ દેશં ક્યાં કાયા વિસ્તરામાં ગયો હતો એની તપાસ પણ કરી રહ્યા
છીએ.
અત્રે
ઉલ્લેખનીય છેકે, 2024માં એનઆઈએને મળેલા ઈન્પુટના આધારે આસામ પોલીસ સાથે મળીને પડેલા
દરોડામાં આસામ અને કાશ્મીર વચ્ચે ટ્રેન મારફતે ભારતીય નાગરિક્ત્વના પુરાવા જેવાકે આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ વગર અનેક લોકો માઈગ્રન્ટ થયા હતા અને આસામના ગોલાપુરા,
ટુકુરા, બોરપહારમાં આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા શંકાશ્પદ લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી
મોટાભાગના લોકો આર્થિક રીતે નબળા કુટુંબમાંથી આવતા હતા. અમદાવાદમાં 2008માં થયેલા બૉમ્બ બ્લાસ્ટ પહેલા આતંકીઓને
પંચમહાલના હાલોલમાં ટ્રાનિંગ આપવામાં આવી હતી ત્યારબાદ દાહોદમાંથી જમીનમાં દાટેલી એકે
47 મળતાં હવે આ વિસ્તારમાં સઘન ચેકીંગ પણ શરૂ કરવામાં આવશે.