• શનિવાર, 28 નવેમ્બર, 2026

1971માં ભારતે કોઈ મદદ નથી કરી : બંગલાદેશી સ્પીકરે ઝેર ઓક્યું

પાકિસ્તાન જઈને હાફિઝઉદ્દીન અહમદે કાશ્મીર મુદ્દે પણ નિવેદનબાજી કરી

નવી દિલ્હી, તા. 27 : બંગલાદેશ તરફથી ભારત વિરોધી નિવેદનબાજી હવે હદ વટાવી રહી છે. બંગલાદેશની સંસદના સ્પીકરે પાકિસ્તાન જઈને ભારત સામે ઝેર ઓક્યું છે. બંગલાદેશી સ્પીકરે કાશ્મીર મુદ્દે ભારત વિરોધી નિવેદનો આપવાની સાથે 1971ના યુદ્ધનો ઉલ્લેખ કરીને એમ પણ કહ્યું હતું કે આ યુદ્ધમા ભારતે બંગાળીઓની કોઈ મદદ કરી નથી. ભારતે આ યુદ્ધ મારફતે માત્ર પાકિસ્તાનને કમજોર કરવાની કોશિશ કરી હતી.

બંગલાદેશી સંસદના અધ્યક્ષ હાફિઝઉદ્દીન અહમદ સત્તાવાર પ્રવાસે પાકિસ્તાન પહોંચ્યા હતા. જે બંગલાદેશ સંસદના કોઈપણ સ્પીકરનો પહેલો પાકિસ્તાન પ્રવાસ છે. હકીકતમાં અહમદ પાકિસ્તાન મિલિટ્રી એકેડમીથી ગ્રેજ્યુએટ છે અને 1968માં પાકિસ્તાનની નેશનલ ફૂટબોલ ટીમના કેપ્ટન રહી ચુક્યા છે. હવે પાકિસ્તાની નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિકના આમંત્રણ ઉપર પાકિસ્તાનની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં પાકિસ્તાની રાષ્ટ્રપતિ ઝરદારી અને પીએમ શરીફને પણ મળ્યા હતા.

આ દરમિયાન અહમદે નિવેદનમાં કહ્યું હતું કે, ભારતે 1971મા બંગલાદેશની કોઈ મદદ કરી નથી, માત્ર પાકિસ્તાનને કમજોર કરવાનો પ્રયાસ કર્યો હતો. શેખ હસીનાના 15 વર્ષના શાસન દરમિયાન બંગલાદેશ ભારતનું એક ઉપનિવેશ બની ગયું હતું. કાશ્મીર ઉપર ટિપ્પણી કરતા અહમદે કહ્યું હતું કે આ મુદ્દો યુનોના પ્રસ્તાવના હિસાબે ઉકેલાવો જોઈએ.

ઇ-પેપરના નવા શુલ્ક