મારી
તાકાત પર વિશ્વાસ રાખ્યો અને મુક્ત અંદાજમાં બેટિંગ કરી
દોહા,
તા.24: વૈભવ સૂર્યવંશી તેની આતશી બેટિંગ માટે જાણીતો છે, પણ આજે તો તેણે બાવન દડામાં
28 છક્કાથી વિસ્ફોટક બેવડી સદી ફટકારી માત્ર 1પ વર્ષની વયે ક્રિકેટ ઇતિહાસના એકથી વધુ
વિક્રમ ધ્વંશ કર્યાં છે. યૂએઇ વિરુદ્ધ 204 રનની વિક્રમી ઈનિંગ રમ્યા પછી પ્લેયર ઓફ
ધ મેચ બનેલા વૈભવ સૂર્યવંશીએ તેની આક્રમક અને બેખોફ ઇનિંગ વિશે વાત કરી હતી.
વૈભવે
જણાવ્યું કે પાછલા બે મેચમાં તે સારી શરૂઆત છતાં મોટી ઇનિંગ રમી શકયો ન હતો. આથી તેની
યોજના આજે થોડો સમય લેવાની હતી. જો કે એક-બે દડા રમ્યા પછી મને અહેસાસ થયો કે પીચમાંથી
બોલરોને વધુ મદદ મળી રહી નથી. આ પછી મેં મારી તાકાત પર વિશ્વાસ મુક્યો અને મુકત અંદાજમાં
બેટિંગ શરૂ કરી. શરૂઆતમાં થોડો નર્વસ હતો, પણ બે-ચાર દડા પછી ફકત બોલને હિટ કરી રમતની
મજા માણી રહ્યો હતો.
વૈભવે
કહ્યંy મારા મનમાં ખાસ કોઇ રણનીતિ ન હતી. પીચ સારી હતી અને બોલ સારી રીતે બેટ પર આવી
રહ્યો હતો. આથી ખુદ પર વિશ્વાસ રાખી ખુલીને બેટિંગ કરી. મારું લક્ષ્ય લાંબી ઈનિંગ રમવાનું
હતું. એકવાર સેટ થયા પછી મેં મારા અંદાજમાં બેટિંગ કરી. તેણે કહ્યું અન્ડર-19 ટીમના
કોચે કહ્યંy હતું કે દડાને ઠીકથી જોશો તો બેટિંગ આસાન થઇ જશે. જે સલાહ હું કાયમ યાદ
રાખું છું. વૈભવે એવી આશા વ્યકત કરી કે ટીમ સેમી ફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચશે. હું
મારી આક્રમક શૈલિમાં બેટિંગ ચાલુ રાખીશ.