• બુધવાર, 25 નવેમ્બર, 2026

પ્રિયાંશ આર્યનો T-20 ક્રિકેટમાં 19 છક્કાથી 181 રનનો રેકોર્ડ

વિશ્વ કક્ષાએ T-20માં બીજો સર્વાધિક વ્યકિતગત સ્કોર

તામિલનાડુ વિરુદ્ધ દિલ્હીના કેપ્ટન પ્રિયાંશની 68 દડામાં વિસ્ફોટક 181 રન

ઈન્દોર, તા.24: સૈયદ મુશ્તાક અલી ટી-20 ટૂર્નામેન્ટમાં દિલ્હીના કેપ્ટન પ્રિયાંશ આર્યએ તામિલનાડુ વિરુદ્ધ 68 દડામાં 19 છક્કા અને 7 ચોક્કાની મદદથી 181 રનની વિસ્ફોટક ઇનિંગ રમી છે. જે ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સર્વોચ્ચ વ્યકિતગત સ્કોર છે જ્યારે વિશ્વ કક્ષાએ બીજો સૌથી મોટો સ્કોર છે. 2પ વર્ષીય આ ડાબોડી બેટધર દ. આફ્રિકાના લુઆંડ્રે પ્રિટોરિયસના વર્લ્ડ રેકોર્ડથી 188 રનથી માત્ર 7 રન પાછળ રહ્યો હતો. પ્રિટોરિયસે ગત માસે સીએએસ પ્રો20 કપમાં આ રેકોર્ડ નોંધાવ્યો હતો. પ્રિયાંશ આર્ય વિન્ડિઝના ક્રિસ ગેલથી આગળ થયો છે. તેણે 17પ રનની અણનમ ઇનિંગ રમી હતી. મહિલા ક્રિકેટમાં ભારત તરફથી કિરણ નવગિરેએ ટી-20માં 76 દડામાં 162 રન બનાવ્યા હતા. તેનાથી પણ પ્રિયાંશ આગળ થયો છે.

પ્રિયાંશ આર્યે પુરુષ ટી-20 ક્રિકેટમાં ભારત તરફથી સૌથી મોટો 181 રનનો વ્યક્તિગત સ્કોર નોંધાવીને કેએલ રાહુલને પાછળ રાખી દીધો છે. રાહુલે આ વર્ષે એપ્રિલમાં આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા 67 દડામાં અણનમ 1પ2 રનની ઈનિંગ રમી હતી.

પ્રિયાંશ આર્યએ પુરુષ ટી-20 ક્રિકેટમાં એક ઇનિંગમાં સર્વાધિક છક્કા મારવાના રેકોર્ડની બરાબરી કરી છે. હવે તે ન્યુઝીલેન્ડના ફિન એલેન સાથે આ સૂચિમાં સંયુકતરૂપે ટોચ પર છે. બન્નેના નામે 19-19 છક્કા છે.

પ્રિયાંશના 181 રનથી દિલ્હી ટીમના 27પ રન થયા હતા. જવાબમાં તામિલનાડુ ટીમ 1પ9 રને ઓલઆઉટ થઇ હતી. આથી દિલ્હીનો 116 રને વિજય થયો હતો.

 

T-20 ઇનિંગમાં સૌથી વધુ રન કરનાર ટોપ ફાઇવ બેટર

      બેટર            રન-દડા   ચોક્કા    છક્કા     સ્ટ્રાઇક રેટ           ટીમ

લુઆંડ્રે પ્રિટોરિયસ 188*(79)         15        13                    237.97            ટાઇટન્સ

પ્રિયાંશ આર્ય        181(68)          7          19                    266.17            દિલ્હી

ક્રિસ ગેલ 175*(66)         13        17                    265.15            આરસીબી

એરોન ફિંચ          172(76)          16        10                    226.31            ઓસ્ટ્રેલિયા

હમઝા ખાન         164*(65)         9          15                    252.30            રવાંડા

ઇ-પેપરના નવા શુલ્ક