• ગુરુવાર, 26 નવેમ્બર, 2026

કાલથી ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટ : બરાડને ભારતીય ઇલેવનમાં તકની સંભાવના

સિરાજની પણ વાપસી થઇ શકે છે

ક્રાઇસ્ટચર્ચ, તા.2પ: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેનો બીજો અને આખરી ટેસ્ટ તા. 27મીએ શુક્રવારથી શરૂ થશે. વેલિંગ્ટન ટેસ્ટ ડ્રો રહ્યા બાદ ટીમ ઇન્ડિયાની નજર બીજો ટેસ્ટ જીતી શ્રેણી કબજે કરવા પર છે. ન્યુઝીલેન્ડ ટીમનું પણ આ જ લક્ષ્ય છે. બીજા ટેસ્ટમાં ભારતીય ટીમ સામે સૌથી મોટો પડકાર પ્લેઇંગ ઇલેવન પસંદ કરવાનો છે. પહેલા ટેસ્ટમાં મોહમ્મદ સિરાજ અને રવીન્દ્ર જાડેજાને પડતા મુકવાના નિર્ણય ભારે પડયા હતા. ઝડપી બોલરોના વર્કલોડને મેનેજ કરવાનો પણ અગલ પડકાર છે.

વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતીય ઝડપી બોલરોએ કુલ 182 ઓવર ફેંકી હતી. જેમાં ઇજા બાદ વાપસી કરનાર બુમરાહે પ0 આસપાસ ઓવર ફેંકી હતી. બે ટેસ્ટ મેચ વચ્ચે અંતર પણ ઘણું ઓછું છે. આથી ભારતીય ટીમ મેનેજમેન્ટે ઝડપી બોલરોનો વર્કલોડ મેનેજ કરવો પડશે. રિપોર્ટ અનુસાર બીજા ટેસ્ટની ભારતીય ઇલેવનમાં ગુરનુર બરાડને પદાર્પણનો મોકો લગભગ મળશે. પંજાબનો આ બોલર વન ડે શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો. તે સારી ગતિથી લાંબા સ્પેલ ફેંકી શકે છે.

આ ઉપરાંત અનુભવી ઝડપી બોલર મોહમ્મદ સિરાજની પણ ઇલેવનમાં વાપસી થઇ શકે છે. અંશુલ કમ્બોજ અને પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને બરાડ અને સિરાજ સામલે થઇ શકે છે. વોશિંગ્ટન સુંદરના સ્થાને અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સ્થાન મળે છે કે નહીં તે નિશ્ચિત નથી. 

ઇ-પેપરના નવા શુલ્ક