-સુપ્રીમ
કોર્ટ તરફથી કરવામાં આવેલી મહત્વની સ્પષ્ટતા : ઝડપી સુનાવણી અને સામાજિક હિત વચ્ચે
સંતુલન જરૂરી
નવી
દિલ્હી, તા.24: જે ગુનેગારનો જૂનો ગુનાહિત રેકોર્ડ હોય અને જેને અગાઉ પણ કોઈ ગુના માટે
દોષિત ઠેરવવામાં આવ્યો હોય, તેને માત્ર ઝડપી સુનાવણીના અધિકારના આધારે જામીન આપી શકાય
નહીં. તેવું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે.
જસ્ટિસ
પ્રશાંત કુમાર મિશ્રા અને જસ્ટિસ ચંદ્રશેખરની બેન્ચે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના
એક આદેશને રદ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી, જેમાં હત્યાના એક કેસના આરોપીને જામીન આપવામાં
આવ્યા હતા.
બેન્ચે
કહ્યું હતું કે, ઝડપી સુનાવણીનો અધિકાર ભારતીય બંધારણની કલમ 21નો જ એક ભાગ છે પરંતુ
જ્યારે કોઈ આરોપી ગંભીર ગુનામાં સંડોવાયેલો હોય ત્યારે તેના અધિકારોની સાથે સમાજના
હિતોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. તેમાં પીડિત અને તેના પરિવારના હિતોનો પણ સમાવેશ
થાય છે.
બેન્ચે
વધુમાં કહ્યું કે એવું લાગે છે કે જામીન અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટને આરોપીની
અગાઉની સજાની કે અન્ય ગુનાઈત કેસોમાં તેની સંડોવણી વિશે જાણ કરવામાં આવી ન હતી.
કોર્ટે
કહ્યું હતું કે, અદાલતની ફરજ છે કે તે ઝડપી સુનાવણીના અધિકાર અને સામાજિક હિત વચ્ચે
સંતુલન જાળવે. ખાસ કરીને ત્યારે, જ્યારે કોઈ વ્યક્તિ અનેક ગુનાઓમાં સંડોવાયેલી હોય
અને તેણે હાઈકોર્ટ સમક્ષ ખોટી માહિતી આપીને જામીન મેળવ્યા હોય.