• સોમવાર, 23 નવેમ્બર, 2026

અમેરિકા જતા વિદ્યાર્થીઓને મોટી રાહત

‘ડયુરેશન ઓફ સ્ટેટસ’નો નિયમ રદ, નાણા-સમય બચશે

વોશિંગ્ટન, તા. 22 : અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે જતા હજારો ગુજરાતી અને ભારતીય વિદ્યાર્થીઓ માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકાની એક ફેડરલ કોર્ટે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા લાવવામાં આવેલા વિવાદાસ્પદ ડયુરેશન ઓફ સ્ટેટસ સમાપ્ત કરવાના નિયમને સત્તાવાર રીતે રદબાતલ ઠેરવ્યો છે. કોર્ટના આ ઐતિહાસિક ચુકાદાથી એફ-1 અને જે-1 વિઝા પર અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થી પર લટકતી વિઝા એક્સટેન્શનની તલવાર હટી ગઈ છે.

અત્યાર સુધીના નિયમ મુજબ, વિદેશી વિદ્યાર્થીઓ જ્યાં સુધી તેમનો અભ્યાસક્રમ પૂર્ણ ન થાય, ત્યાં સુધી અમેરિકામાં કાયદેસર રીતે રહી શકતા હતા, પરંતુ ઉઇંજ દ્વારા આ વ્યવસ્થા બદલીને વિદ્યાર્થીઓને ચોક્કસ સમયમર્યાદા માટે જ વિઝા આપવાનો નિયમ લાવવામાં આવ્યો હતો.

ફેડરલ જજે આ નિયમને રદ કરતાં હવે જૂની વ્યવસ્થા યથાવત્ રહેશે. અમદાવાદ સ્થિત વિદેશ અભ્યાસના નિષ્ણાતોના મતે આ નિર્ણયથી વિદ્યાર્થીઓના હજારો ડોલર અને કિંમતી સમય બચી જશે, જેથી તેઓ કોઈ પણ માનસિક તણાવ વિના પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.  

ઇ-પેપરના નવા શુલ્ક