26 એપ્રિલે મતદાન કરશે
(અમારા
પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,તા.17: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો
છે. રાજકીય પક્ષો દ્વારા પૂરજોશમાં પ્રચાર શરૂ કરાયો છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર
મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો ગુજરાત પ્રવાસ ગોઠવાઈ રહ્યો છે.
26
એપ્રિલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન હોવાથી બંને નેતાઓ મત આપવા માટે અમદાવાદ
આવી શકે છે. વડાપ્રધાન રાણીપ વિસ્તારમાં સ્થિત નિશાન સ્કૂલ ખાતેના મતદાન મથકે મત આપી
શકે છે. જ્યારે અમિત શાહ નારણપુરા ખાતે મત આપે તેવી શક્યતાઓ છે. તેમના પ્રવાસને લઈને
આયોજન થઈ રહ્યું હોવાની વિગતો જાણવા મળી છે.
પીએમ
મોદી અને અમિત શાહ ગુજરાત આવશે તેવી શક્યતાઓને લઈને ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા
મળી રહ્યો છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ મુલાકાત મહત્વની માનવામાં
આવે છે. પાર્ટી અને સ્થાનિક લેવલે પણ બંને નેતાઓની ગુજરાત મુલાકાત કાર્યકરોમાં જોશ
જગાડવા માટે મહત્વની માનવામાં આવે છે. હાલમાં બંને નેતાઓના કાર્યક્રમની સત્તાવાર રાહ
જોવાઈ રહી છે. જો કે, આ હાઈ-પ્રોફાઈલ મતદાનને પગલે રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થા વધારવાની
તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
તેવી
જ રીતે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટલોડિયા
વિસ્તારમાં મતદાન કરશે. આ ઉપરાંત મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઇ પટેલ નવસારી ખાતે પોતાના
મતાધિકારનો ઉપયોગ કરશે તેવી માહિતી સૂત્રો દ્વારા મળી છે. દિગ્ગજ નેતાઓના મતદાનને લઈને રાજ્યમાં મતદારોમાં
પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચૂંટણી આયોગ દ્વારા મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને પારદર્શક
રીતે પૂર્ણ થાય તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે.