મોરબી,તા.5 : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના અનુસંધાને મોરબી-કચ્છ હાઈવે પર ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસે હાથ ધરાયેલા વાહન ચાકિંગ દરમિયાન માળિયા પોલીસે કારમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. પોલીસે સેન્ટ્રો કારમાં પાછળની સીટમાં ખાસ ચોરખાનું બનાવી કરાતી હેરાફેરીનો પર્દાફાશ
કર્યો
છે.
મળતી
વિગત મુજબ, કચ્છ તરફથી આવતી સેન્ટ્રો કાર (ઋઉં 01 ઇંખ 0110) ને અટકાવી તલાશી લેતા તેમાંથી
વિદેશી દારૂની 96 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.1,16,400 અંકાય છે. પોલીસે રૂ.1
લાખની કાર અને દારૂ મળી કુલ રૂ.2,16,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રાપરના
કિડીયાનગરના રહેવાસી ઘનશ્યામભાઈ ડાયાભાઇ પરમાર (ઉ.વ. 28) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરવામાં આવી છે.