• શનિવાર, 28 માર્ચ, 2026

રશિયા પાસેથી LNG ખરીદવા ભારતની તૈયારી !

વાતચીતમાં કોઈ ખલેલ ન પહોંચે તે માટે અમેરિકી પ્રશાસનને પહેલાથી જ જાણકારી આપી

નવી દિલ્હી, તા. 27 : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધએ ઘણા સમીકરણો બદલી નાખ્યા છે. અમેરિકી પ્રતિબંધના કારણે ભારતે ધીરે ધીરે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ઓછી કરી હતી પણ હવે યુદ્ધે મિડલ ઈસ્ટથી ક્રૂડની સપ્લાય બાધિત કરી છે. જેના કારણે ભારત રશિયા પાસેથી વધુમાં વધુ ક્રૂડ ખરીદવાની તૈયારીમાં છે. ક્રૂડ ઉપરાંત ભારત રશિયા પાસેથી એલએનજી મગાવવા માટે પણ વાતચીત કરી રહ્યું છે. રિપોર્ટ અનુસાર એલએનજી માટે એક મોટી ડીલ કરવા વાતચીત શરૂ થઈ ચુકી છે. આ મામલે અમેરિકાને પણ જાણકારી આપી દેવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર ભારત અને રશિયા વચ્ચે ઊર્જા સહયોગ વધી રહ્યો છે અને એલએનજી ખરીદી માટે ડીલને લઈને 19મી માર્ચે જ મૌખિક સહમતિ બની ગઈ હતી. ત્યારે  રશિયન ડેપ્યુટી એનર્જી મિનિસ્ટર પવેલ સોરોકીન અને ભારતના પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીની દિલ્હીમાં બેઠક થઈ હતી. બન્ને દેશ વચ્ચે જાન્યુઆરીના સ્તરથી ક્રૂડની ખરીદીમાં પણ ભારતની કુલ આયાતમાં એક મહિનામાં 40 ટકાની વૃદ્ધિની સહમતિ થઈ હતી.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

S-400 સહિત 2.38 લાખ કરોડની રક્ષા ખરીદીને મંજૂરી રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી ડીએસી બેઠકમાં લેવાયો નિર્ણય March 28, Sat, 2026