• શનિવાર, 28 માર્ચ, 2026

SRH પાવર હિટિર્સ પર અંકુશ મુકવાનો RCB બોલર્સ સામે પડકાર

બેંગ્લુરુ, તા.27: આઇપીએલની ગત સીઝનમાં પોતાનો પહેલો ખિતાબ જીતનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ આ વખતે પહેલીવાર ડિફેન્ડિંગ ચેમ્પિયનના રૂપમાં ઉતરશે. 19મી સીઝનના પ્રારંભિક મેચમાં આરસીબી સામે સનરાઇઝર્સ હૈદરાબાદના પાવર હિટર્સને રોકવાનો પડકાર રહેશે. આરસીબી માટે સારી વાત એ છે કે ટીમનો અનુભવી ઓસ્ટ્રેલિયન બોલર જોશ હેઝલવૂડ ટીમ સાથે જોડાયો છે. જો કે તેનું ઉદ્ઘાટન મેચમાં રમવું શંકાસ્પદ છે.

આરસીબીની ઓપનિંગ જોડી વિરાટ કોહલી અને ફિલ સોલ્ટના રૂપમાં જોરદાર છે. આ સામે સનરાઇઝર્સ પાસે બે પાવર હિટર છે. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા ફરી એકવાર પહેલા દડાથી ટોપ ગિયરમાં બેટિંગ કરવા તૈયાર છે. તેમની નજર પાવર પ્લેમાં 100 રન કરી ટીમનો ટોટલ 300 સુધી પહોંચાડવા પર છે. નિયમિત કપ્તાન પેટ કમિન્સના સ્થાને ઇશાન કિશન કપ્તાની સંભાળશે. તે ટી-20 વિશ્વ કપમાં શાનદાર દેખાવ કરી ચૂક્યો છે.જો કે બન્ને ટીમની બોલિંગ લાઇન અપ પ્રમાણમાં નિસ્તેજ નજરે પડી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Top News

S-400 સહિત 2.38 લાખ કરોડની રક્ષા ખરીદીને મંજૂરી રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી ડીએસી બેઠકમાં લેવાયો નિર્ણય March 28, Sat, 2026