નવી દિલ્હી, તા.27: સ્પેનની દિગ્ગજ અને લોકપ્રિય બેડમિન્ટન ખેલાડી કેરોલિના મારિને ઘૂંટણની ઇજાથી લાંબા સમય સુધી સંઘર્ષ કર્યાં બાદ આખરે નિવૃત્ત થવાનો નિર્ણય લીધો છે. મારિને બેડિમન્ટન છોડવાનો નિર્ણય લીધો છે. તેણી પોતાની સફળ કારકિર્દી દરમિયાન ઓલિમ્પિક ગોલ્ડ મેડલ અને ત્રણ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતી હતી. કેરોલિના મારિને 2016ના રિયો ઓલિમ્પિક અને 2018ના વર્લ્ડ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ભારતીય સ્ટાર પીવી સિંધુને હાર આપી હતી. કેરોલિનાએ સાત યૂરોપિય ટાઇટલ પણ જીત્યા છે.