કોંગ્રેસ નેતા મણિશંકર ઐયયરની ટિપ્પણી : ભારતની કૂટનીતિ પર નિશાનો, યુએન-અમેરિકાએ પણ આપણી વાત ન માની
નવી દિલ્હી, તા.3 : કોંગ્રેસના
નેતા મણિશંકર ઐયયરે ફરી એકવાર વિવાદિત નિવેદનમાં પહલગામ આતંકવાદી હુમલાને ટાંકી કહ્યું
છે કે ઈઝરાયલને બાદ કરતાં કોઈ દેશે કહ્યું નથી કે પહલગામ હુમલા માટે પાકિસ્તાન જવાબદાર
છે. આપણે કહી રહ્યા છીએ કે પાકિસ્તાન જવાબદાર પણ દુનિયા માનવા તૈયાર નથી. હુમલાના બે
દિવસમાં યુએન સિક્યોરિટી કાઉન્સિલની બેઠક યોજાઈ જેમાં હુમલાનું ખંડન કરાયુ, પરંતુ એ
ન જણાવાયું કે તેની પાછળ કોણ છે ? હુમલા પાછળ પાકિસ્તાન જવાબદાર હોવાના પુરાવા આપણે
રજૂ કરી શક્યા નથી.
શનિવારે મીડિયા સાથે વાત કરતા,
ઐયરે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર અને અમેરિકાએ પણ પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું નથી.
કોઈ માનવા તૈયાર નથી કારણ કે આપણે કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી. અમેરિકાએ લગાવેલા રપ
ટકા ટેરિફ અંગે કહ્યું કે આપણે દુનિયાને એ બતાવવાનું છે કે અમે સ્વતંત્ર છીએ અને કોઈની
દોસ્તી પાછળ ભાગી રહ્યા નથી. તે ભારત અને અમેરિકા બંન્નેના હિતમાં છે. આપણી નીતિએ નથી
કે આપણે ચીન સાથે એક પ્રકારના સંબંધ રાખીએ અને અમેરિકા સાથે અલગ. જે કૂટનીતિ નથી હોતી.
વધુમાં ઐયરે કહ્યંy કે એવું લાગે
છે કે ર014 બાદ આપણે કૂટનીતિની દિશામાં કેટલીક ભૂલો કરી છે. આપણે પ્રયાસ કર્યો કે પાકિસ્તાનને
એક ચહેરો બતાવીએ, ચીનને બીજો, રશિયા માટે અલગ નીતિ રાખીએ અને યુરોપ માટે અલગ. અમેરિકાને
વળી કોઈ બીજો જ ચહેરો બતાવીએ પરંતુ આવી વિખેરાયેલી રણનીતિથી કોઈ સાર્થક પરિણામ મળતું
નથી.