• મંગળવાર, 10 નવેમ્બર, 2026

લગ્નની લાલચ આપી યુવતી પર દુષ્કર્મ આચરી તરછોડી

થોરાળામાં યુવતીને લગ્નનું વચન આપી વારંવાર દુષ્કર્મ આચર્યું , લાવારિસ ગણાવી જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા

રાજકોટ,તા.9:રાજકોટ શહેરમાં લગ્નની લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ કર્યા બાદ તેને નિરાધાર છોડી દેવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. યુવતીની અંગત પરિસ્થિતિનો લાભ લઈ તેને વિશ્વાસમાં લેવામાં આવી હતી અને લગ્નનું વચન આપી શોષણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારબાદ લગ્ન કરવાનો ઇનકાર કરી યુવતીને આશ્રમમાં મૂકી દેવામાં આવી હતી.

આ મામલે થોરાળા પોલીસમાં મુકેશ વાલાભાઈ સારદીયા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ ફરિયાદ મુજબ, 1 ઓગસ્ટ 2026થી આરોપીએ યુવતીને લગ્ન કરવાની ખાતરી આપી પોતાના રહેણાંક મકાને લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ લગ્ન કરવાની ના પાડી યુવતીની જવાબદારી સ્વીકારવાને બદલે તેને લાવારિસ ગણાવી આશ્રમમાં મૂકી આવ્યો હતો. પોતાની સાથે થયેલા અન્યાય બાદ યુવતીએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપી સામે તપાસ શરૂ કરી છે. સમગ્ર કેસની તપાસ મહિલા પીએસઆઈ એમ.એમ. વઘાસિયાને સોંપવામાં આવી છે.

ઇ-પેપરના નવા શુલ્ક