• મંગળવાર, 10 નવેમ્બર, 2026

ભારતને બદનામ કરવા ચીનનું કાવતરું ?

150 જેટલા ચીની વ્લોગર્સ ઢાકાના વીડિયોને દિલ્હીના દર્શાવી અપમાનજનક રીતે રજૂ કરતા હોવાની આશંકા

નવી દિલ્હી, તા. 9 : શું ચીન ભારતને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે? એક અહેવાલ મુજબ, ચીની વ્લોગર્સ ઢાકાને દિલ્હી તરીકે ખોટી રીતે રજૂ કરી રહ્યા છે; આ બાબતે પ્રશ્નો ઉભા થયા છે.

નવી દિલ્હી, તા. 9 : બાંગ્લાદેશની રાજધાની ઢાકાની ગરીબ વસ્તીઓમાં એક ઘટના સામે આવી છે, જ્યાં ચીની નાગરિકો વીડિયો રેકોર્ડ કરીને તેનું પ્રસારણ કરી રહ્યા છે અને ખોટો દાવો કરી રહ્યા છે કે, આ વીડિયો ભારતમાં શૂટ કરવામાં આવ્યા છે, જેમાં ભારતીયોના જીવનધોરણ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરાતી હોવાના અહેવાલથી આ ભારતને બદનામ કરવાનું ચીનનું કાવતરું હોવાની આશંકા સેવાઈ રહી છે.

એક મીડિયા હેવાલ મુજબ, હાલમાં લગભગ 150 ચીની નાગરિકો ઢાકાના વિવિધ વિસ્તારોમાંથી લાઈવ સ્ટ્રામિંગ કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા હતા, જેમાં તેઓ સ્થાનિક જીવનશૈલીના પાસાઓને ભારતની સમગ્ર પરિસ્થિતિના પ્રતિનિધિ તરીકે રજૂ કરે છે અને ભારતીયોના જીવનધોરણ વિશે અપમાનજનક ટિપ્પણીઓ કરે છે. આ પ્રવૃત્તિને લઈને એવી ચિંતાઓ ઊભી થઈ છે કે તે ભારત વિરુદ્ધના કોઈ ભ્રામક પ્રચાર અભિયાનનો ભાગ હોઈ શકે છે.

એક તપાસ અહેવાલમાં કરાયેલા ખુલાસામાં ચીની નાગરિકો ટેકપારા અને ઉત્તરાની સાંકડી ગલીઓમાં વીડિયો રેકોર્ડ કરી રહ્યા છે, ત્યારબાદ ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લાઈવ પ્રસારિત કરવામાં આવે છે, જેમાં આ સ્થળોને ભારતની રાજધાની નવી દિલ્હીનો ભાગ હોવાનું કહી, અહીં ઘરો અત્યંત ગંદા છે. પતરાના છાપરાવાળા ઘરોમાં પંખો પણ નથી. આ જગ્યા ઘણી પછાત, ગંદી અને અસ્વચ્છ છે. અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ નબળી છે તેમ દર્શાવાય છે. નોંધનીય છે કે, આ પહેલી વાર નથી, જ્યારે આવી પ્રવૃત્તિ પ્રકાશમાં આવી હોય. મે મહિનામાં પણ ટેકપારા જેવા ઓછી આવક ધરાવતા વિસ્તારોમાં ચાઇનીઝ વ્લોગર્સ દ્વારા વીડિયો બનાવતા હોવાનું ખુલ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક