• રવિવાર, 18 ઑક્ટોબર, 2026

મોરબીની સિરામિક ફેક્ટરી સાથે મુંબઈના વેપારીએ કરી રૂ. 44.74 લાખની ઠગાઇ

ઉધાર માલ મેળવી વેપારીએ મોબાઈલ ફોન બંધ કરી દીધો

મોરબી, તા. 17 : મોરબીની સિરામિક ફેક્ટરી સાથે મુંબઈના વેપારીએ 44.74 લાખનું ચીટીંગ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 મોરબીના લીલાપર ગામે રહેતા ભરતભાઈ પ્રાગજીભાઈ છત્રોલા (ઉ.વ.38)એ રજનીકાંત પોપટભાઈ ખોખર રહે. મુંબઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તે રંગપર ગામ નજીક વેલેન્ઝા ગ્રેનીટો એલ એલ પી કારખાનામાં ભાગીદાર છે તા. 27-04-2026 ના રોજ મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો અને સામેની વ્યક્તિએ રજનીકાંત ખોખર બોલતા હોવાનું જણાવ્યું હતું જેને મુંબઈ ખાતે પ્રેખેતુ વેન્ચર્સ એલ એલ પી નામની પેઢી છે તેને મુંબઈમાં મોટું કન્સ્ટ્રકશન કામ ચાલે છે અને ક્રેડીટમાં ટાઈલ્સનો માલ આપવા ઈચ્છુક હોય તો તમારી સાથે વેપાર કરવા માંગીએ છીએ તેવું જણાવ્યું હતું.

  રજનીકાંતભાઈ ખોખર સાથે કંપનીના જીતભાઈ અવારનવાર ફોન પર કોન્ટેકટમાં રહેતા હતા અને પરિચય થયો હતો બાદમાં  રજનીકાંત ખોખરે ફેકટરીમાં માર્કાટિંગ સંભાળતા જીત વાસજાળિયાને મોબાઈલ ફોનમાં વિશ્વાસમાં લઈને કુલ 7865 બોક્સ ટાઈલ્સ કિંમત રૂ 44,74,985 રાજ શક્તિ રોડવેઝ ટ્રાન્સપોર્ટથી ભરી આપી હતી બાદમાં આરોપીએ ફોન બંધ કરી દીધો હતો. આમ મુંબઈના રજનીકાંત ખોખરે વિશ્વાસ કેળવી રૂ. 44.74 લાખની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાતા મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક