દામનગર પોલીસ મથકે પોક્સો એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો
અમરેલી,
તા.31 : અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને
જાનથી મારી નાખવાની ધમકી આપી અવાર-નવાર બળાત્કાર ગુજારવા તેમજ અશ્લીલ ફોટા અને વીડિયો
વાયરલ કરી બ્લેકમેલ કરવા અંગે દામનગર પોલીસ સ્ટેશનમાં ઇગજ, પોક્સો અને આઈ.ટી. એક્ટની
વિવિધ કલમો હેઠળ ગંભીર ગુનો નોંધાયો છે. આ ચકચારી પ્રકરણમાં ટેક્નિકલ સોર્સ અને હ્યુમન
ઇન્ટેલિજન્સના આધારે પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોરને સુરત અને સાગર
વિપુલભાઈ નાથાણીને આણંદના તારાપુરથી ઝડપી પાડી દામનગર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી
છે જ્યારે સમગ્ર કેસમાં અન્ય આરોપીઓની સંડોવણી અંગે સઘન તપાસ શરૂ કરવામાં
આવી
છે.
આ ગંભીર
અપરાધમાં સંડોવાયેલા આરોપીઓ પૈકી ભૌતિક વિપુલભાઈ તળાવિયા, નિકુલ રાજુભાઈ ડેર, સાગર
વિપુલભાઈ નાથાણી અને જોગડદાસ રાવળ સામે સગીરાને ધમકીઓ આપી શરીર સંબંધ બાંધવા તેમજ અશ્લીલ
વીડિયો-ફોટો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવાના ગંભીર આરોપો છે. પોલીસે આ પ્રકરણમાં
કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર કિશોર ઉપરાંત આરોપી સાગરભાઈ વિપુલભાઈ નાથાણીને રાઉન્ડ
અપ કર્યા છે, જ્યારે ભોગ બનનાર સગીરાની સુરક્ષા અને મેડિકલ તપાસ સહિતની કાનૂની કાર્યવાહી
આગળ ધપાવવામાં આવી છે.