દારૂની 202 બોટલ, બિયરના 141 ટીન, ટ્રક સહિત 7.50 લાખનો મુદ્દામાલ કબજે
પોરબંદર,
તા.9: પોરબંદરના હનુમાનગઢથી રાણાવાવ રોડ પર ટ્રકમાંથી અઢી લાખનો વિદેશી દારૂ કબજે કરીને
ટ્રક ડ્રાઇવરની ધરપકડ કર્યા બાદ માલ મગાવનાર કે જે પાયલાટિંગ કરતો હતો તેની સામે પણ
ગુને દાખલ કરવામાં આવ્યો છે.
આગામી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી સબબ પેટ્રોલિંગમાં હતા, દરમિયાન રાણાબોરડી ગામના પાટિયા પાસે
પહોંચતા એ.એસ.આઈ.બટુકભાઇ વિંઝુડા તથા ઉદયભાઇ વરૂ તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરાને
ખાનગી રાહે હકીકત મળી કે, જામનગર તરફથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરાઇને
આવે છે. જેથી લધાધારના પાટિયા પાસે રોડ પર વોચમાં હોય દરમિયાન જામનગર તરફથી રાણાવાવ
તરફ એક ફુલ સ્પીડમાં ફોર વ્હીલ કાર આવતી હોય જેને હાથ વડે ઇસારો કરી રોકાવતા કારચાલકે
પોતાની કાર રોકી નહીં અને તે કારની પાછળ આવતા ટ્રકને રોકાવી તપાસ કરતા કેબીન ઉપર ટ્રકમાંથી
ભારતીય બનાવટના વિદેશીદારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો તથા બિયરના ટીન ભરેલા પુઠાના
બોકસ નંગ-21, કુલ બોટલ 202 કિ.રૂ.2,22,200 તથા બિયરના ટીન 141 કિ.રૂ.31,020 મળી કુલ.કિ.રૂ.
2.53.220 તથા ટાટા કંપનીનો ટ્રક કિ.રૂ. 5,00,000 તથા એન્ડ્રોઈડ મોબાઇલ ફોન કિ.રૂ.
5000 મળી કુલ રૂ.7,58,220ના મુદ્દામાલ સાથે ટ્રક ડ્રાઇવર રીયાઝ ગફારભાઇ કાતિયાર (ઉં.વ.28)
રહે. રાણાવાવવાળાને પકડી પાડયો હતો.