• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

રશિયા દ્વારા યુરોપની પાઈપલાઈનોને નિશાન બનાવવાની કોશિશ ! બ્રિટને મુક્યો આરોપ : રશિયાએ સબમરીન મારફતે કેબલ્સ

            અને પાઈપલાઈનને નુકસાન પહોંચાડવાની કોશિશ કર્યાનો દાવો

નવી દિલ્હી, તા. 9 : પૂરી દુનિયાનું ધ્યાન વર્તમાન સમયે પશ્ચિમ એશિયા ઉપર છે તેવામાં રશિયા તરફથી યુરોપમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બ્રિટને દાવો કર્યો છે કે રશિયાની સબમરીને દરિયામાં રહેલા કેબલ્સ અને પાઈપલાઈનોને નિશાન બનાવવાની કોશિશ કરી છે. આ કોશિશને નોર્વે સાથે મળીને મહિનાભરના સૈન્ય અભિયાન દરમિયાન નાકામ કરી છે. બ્રિટનના આ દાવા ઉપર હજી સુધી રશિયા તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.

બ્રિટનના રક્ષા મંત્રી જોન હેલીએ પૂરી ઘટનાની જાણકારી આપતા કહ્યું હતું કે રશિયા તરફથી દુર્ભાવનાપૂર્ણ ગતિવિધિની કોશિશ લાંબા સમયથી થઈ રહી હતી. આ અભિયાન બે મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યું હતું. જેમાં એક ફ્રીગેટ, વિમાન અને સેંકડો સૈન્ય કર્મચારી, રશિયાની એટેક સબમરીન અને બે જાસૂસી સબમરીન સામેલ હતી. જો કે  બ્રિટિશ અને સહયોગી સેનાએ પ્રતિરોધ કરતા રશિયન સેના પાછળ હટી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક