• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

પાકિસ્તાનના કહેવાતા જાસૂસને બે વર્ષે મળ્યા શરતી જામીન

પાકિસ્તાનની કોઈ યુવતીને ખાનગી માહિતી મોકલતો હોવાનો મુકાયો હતો આક્ષેપ

 

પોરબંદર તા.9 : બે વર્ષ પહેલા એ.ટી.એસ.ની ટીમે પોરબંદરના એક યુવાનને પાકિસ્તાની જાસૂસ ગણાવીને ધરપકડ કરી હતી તેનો હવે શરતી જામીન ઉપર છુટકારો થયો છે.

એ.ટી.એસ.અમદાવાદ દ્વારા બાતમીના આધારે એ.ટી.એસ.ના અધિકારી જાતે ફરિયાદી બનીને પોરબંદરના યુવાન જતીન જીતેન્દ્ર ચારણીયા સામે એવા મતલબની ફરિયાદ દાખલ કરાવી હતી કે આ જતીન દ્વારા પાકિસ્તાની આઈ.એસ.આઈ.ને એજન્ટ અથવા તો પાકિસ્તાની લશ્કરની કોઈ અધિકારી ‘અડવીકા પ્રિન્સ‘ નામની કોઈ સ્ત્રી સાથે વોટસએપ ચેટથી વાતો કરી અને ઈન્સ્ટાગ્રામથી પોરબંદરથી નેવી કોસ્ટગાર્ડના માહિતી મોકલી રહ્યો છે અને તેના આધારે તેમના ખાતામાં રૂપિયા છ હજા2 આવ્યા છે તેવી ફરિયાદ તા. 18.5.2024 ના રોજ કરેલી હતી. તે સબંધે એ.ટી.એસ. દ્વારા જ આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો અને ત્યારથી આ જતીન જેલ હવાલે હતો અને ત્યાર બાદ હાલ કેસ ચાલવા ઉપર આવી જતા આરોપીનો ઈરાદો ગુનો કરવાનો ન હોય પરંતુ માનવ સહજ મદદ કરવાના ઈરાદે કોઈ કાર્યવાહી કરી હોય ત્યારે તેને દેશદ્રોહની પ્રવૃત્તિ ગણી શકાય નહી તેવી વિગતવાર દલીલ કરતા એડી. ડીસ્ટ્રીકટ જજ શર્મા દ્વારા જેલવાસના બે વર્ષ પછી શરતોને આધીન જામીન આપવાનો હુકમ કર્યો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક