• શુક્રવાર, 10 એપ્રિલ, 2026

ઉદ્યોગોને રાહત : કઙઋ સપ્લાયમાં ઢીલ

વિશેષ જરૂરિયાત હેઠળ પ્રાકૃતિક ગેસથી કામ ન બને તેવાં એકમોને મળી શકશે કઙઋ

નવી દિલ્હી, તા. 9 : સરકાર દ્વારા ઔદ્યોગિક ક્ષેત્ર ઉપરનું દબાણ ઘટાડવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જેના હેઠળ માર્ચથી પહેલાની જથ્થાબંધ એલપીજી જરૂરિયાતના 70 ટકા ફાળવવા નિર્ણય લેવાયો છે. આ સુવિધા પૂરા સેક્ટર માટે દરરોજ કુલ 200 ટનની સીમાની નીચે રહેશે. આ ઉપરાંત ખાતર એકમોને પ્રાકૃતિક ગેસની ફાળવણી 90 ટકાથી વધારીને 95 ટકા કરવામાં આવી છે. પેટ્રોલિયમ મંત્રાલય અનુસાર આ પગલાંથી ઘણા મહત્ત્વપૂર્ણ ઉદ્યોગોને ફાયદો મળશે.

જે ઉદ્યોગોને ફાયદો મળી શકે છે તેમાં ફાર્માસ્યુટિકલ, ખાદ્ય એકમ, કૃષિ, પોલિમર, પેકેજિંગ, પેઇન્ટ, યુરેનિયમ, સ્ટીલ, ધાતુ, કાંચ, સિરામિક, ફાઉન્ડ્રી, ફોર્જિંગ એકમો અને એરોસેલ નિર્માણ ક્ષેત્ર સામેલ છે. પેટ્રોલિયમ સચિવ નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મોકલેલા સંદેશમાં સ્પષ્ટ કર્યું છે કે એવાં એકમોને પ્રાથમિકતા આપવામાં આવશે જેને વિશેષ હેતુથી એલપીજીની જરૂરિયાત રહે છે અને આ જરૂરિયાત પ્રાકૃતિક ગેસથી પૂરી થઈ શકતી નથી.

સુવિધા માટે એકમોએ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને પીએનજી કનેક્શન માટે આવેદન કરવું પડશે. જો કે માત્ર એવા મામલામાં અનુમતી આપવામાં આવશે જ્યાં સ્પષ્ટ રીતે વિશેષ જરૂરિયાત પૂરી કરવા માટે પ્રાકૃતિક ગેસ પૂરી થઈ શકે તેમ નથી.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક