નવી દિલ્હી, તા.9 : બીસીસીઆઇ તરફથી આઇસીસીના કેટલાક નવા નિયમ જાહેર થયા છે. નવી ગાઇડ લાઇન અનુસાર આઇપીએલના કોઈપણ મેચ દરમિયાન બેંચ પર બેઠેલા ખેલાડીઓ મેદાનમાં હરી-ફરી શકશે નહીં. મેદાનની બાઉન્ડ્રી લાઇન આજુબાજુ આંટા મારવાની મંજૂરી ફક્ત 16 ખેલાડીને જ મળશે. જેમનાં નામ મેચ પહેલા ટીમ શીટમાં સામેલ હોવા જોઈએ. આ ખેલાડીઓ જ મેદાનમાં આવી શકશે. બાકીના ખેલાડીઓ ડ્રિંક્સ બ્રેકમાં પણ મેદાનની અંદર પ્રવેશ કરી શકશે નહીં. બેટ દેવા કે કોઈ સંદેશ આપવા માટે પણ બેંચ પ્લેયર્સને મેદાનની અંદર આવવાની મંજૂરી મળશે નહીં.
નવી
ગાઇડ લાઇનમાં એવું પણ દર્શવાયું છે કે ડગઆઉટમાં કે તેની પાસે પાંચથી વધારે ખેલાડીએ
બેસવું કે ઉભું રહેવું નહીં. આ ઉપરાંત ઇલેવનમાં સામેલ ખેલાડી બાઉન્ડ્રી નજીક હશે તેને
જ ડ્રિંક્સ મળી શકશે અથવા વિકેટ પડે ત્યારે. આ માટે સમયનો બગાડ થવો જોઈએ નહીં. અમ્પાયરની
મંજૂરીથી ડ્રિંક્સ માટે એક્સ્ટ્રા પ્લેયર મેદાનમાં આવે ત્યારે તેણે ટીમનો પોષાક પહેરવાનો
રહેશે.