ઈમલા અને કાળીયો ગેંગના 9 શખસ સામે કાર્યવાહી
રાજકોટ,તા.9
: ગોંડલ પંથકમાં આતંક મચાવતી ‘ઈમલા ગેંગ’ અને ચોરી કરતી ‘કાળીયો ગેંગ’ વિરુદ્ધ પોલીસે
ગુજસીટોક હેઠળ કડક કાર્યવાહી કરી છે. ઈરફાન ઉર્ફે ઈકુ કટારીયાની આગેવાની હેઠળની ઈમલા
ગેંગ છેલ્લા દસ વર્ષથી ખૂની હુમલા, મારામારી, હથિયાર અને દારૂ-જુગાર જેવા 47 જેટલા
ગંભીર ગુનાઓ આચરી ભયનું વાતાવરણ ઊભું કરતી હતી.નિર્લિપ્ત રાય અને એસ.પી વિજય સિંહ ગુર્જરના
માર્ગદર્શન હેઠળ રૂરલ એલસીબીની ટીમે ગોંડલ બી.ડીવીઝન પોલીસ મથકમાં આ ગેંગના 8 શખ્સો
સામે ગુનો નોંધી 6 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી
છે. આ સપાટાથી સ્થાનિક ગુનાખોરી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ગુજસીટોક
એટલે ‘ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ’. આ કાયદો ખાસ કરીને સંગઠિત
ગુનાખોરી, આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગેંગ બનાવીને ગુના આચરતી ટોળકીઓને નાથવા માટે બનાવવામાં
આવ્યો છે.
ગોંડલની
કુખ્યાત ‘ઈભલા ગેંગ’ના સૂત્રધારો
ઈરફાન
ઉર્ફે ઈકુ હસન કટારીયા મુખ્ય આરોપી, જેની સામે હત્યાના પ્રયાસ સહિત 17 ગંભીર ગુના,
ઈમરાન ઉર્ફે ઈમલો હસન કટારીયા, ફુરીન ઉર્ફે ભોલીયો મકરાણી, શકીલ હસન કટારીયા, હસન ઈસ્માઈલ
કટારીયા, સરફરાજ ઉર્ફે નોડી હુશેન શેખ, નવાજ ઉર્ફે બાંબુટ પઠાણ અને શાહરૂખ ઈબ્રાહીમ
માંડલીયા.
ચોરીમાં
પાવરધી ‘કાળીયો ગેંગ’ના સભ્યો
રણજીત
ઉર્ફે કાળીયો ધીરૂ સોલંકી ગેંગનો મુખ્ય શખ્સ, જેની સામે ચોરીના 22 ગુના,વિક્રમ ઉર્ફે
વિકુ ધીરૂ સોલંકી 30 જેટલા ગુના,દેવચંદ ધીરૂ સોલંકી, નારણ ઉર્ફે નરેશ સોલંકી, જીતેશ
ઉર્ફે જીતો વાઘેલા, ઈનેશ ઉર્ફે યુનુસ વાઘેલા, પ્રકાશ ઉર્ફે પકો વાઘેલા, સાગર અશોક ચારોલીયા
અને વિજય ઉર્ફે વિજલો ચારલા.