• શનિવાર, 27 જુલાઈ, 2024

બલ્ગેરિયન યુવતી બાદ હવે 100 કર્મચારી પહોંચ્યા કોર્ટમાં કેડિલાના માલિક રાજીવ મોદીની મુશ્કેલી વધી

કંપનીના 100થી વધુ કર્મચારીને નોટિસ વિના છૂટા કરી દેવાયા : લેબર કોર્ટમાં થયેલી અરજી પર આગામી દિવસમાં સુનાવણી થશે

અમદાવાદ, તા.19 : કેડિલાના સીએમડી રાજીવ મોદીની બલ્ગેરિયન યુવતી દ્વારા કરાયેલા સેક્સ્યુઅલ હેરેસમેન્ટના કેસમાં મુશ્કેલીઓ વધી રહી છે. તો બીજી તરફ રાજીવ મોદી સામે બીજી મોટી મુશ્કેલી પેદા થઈ છે. લેબર કોર્ટમાં રાજીવ મોદી સામે વધુ એક અરજી થઈ છે. કંપનીના 100થી વધુ કર્મચારીને નોટિસ વિના છૂટા કરી દેવામાં આવ્યા છે. જેથી આ સમગ્ર વિવાદ લેબર કોર્ટમાં પહોંચ્યો છે. લેબર કોર્ટમાં થયેલી અરજી પર આગામી દિવસમાં સુનાવણી થશે.

મહત્ત્વનું છે કે, કેડીલાના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મના આક્ષેપ પર સેશન્સ કોર્ટ ચુકાદા પર મુદત પડી છે. પોલીસે કોર્ટમાં કરેલા એ-સમરી રિપોર્ટ મુદે આગામી દિવસમાં કોર્ટ ચુકાદો આપશે. એ-સમરી રિપોર્ટ પોલીસે ખોટી રીતે ભર્યો હોવાની પીડિતાની રજૂઆત છે. પોલીસે કરેલા એ-સમરી રિપોર્ટ રદ કરવા પીડિતાએ કોર્ટમાં અરજી કરી છે. દુષ્કર્મના આક્ષેપ મુદ્દે 24 મે એ કોર્ટ દ્વારા ચુકાદો અપાશે. 

અહીં નોંધવું ઘટે કે, કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ગુજરાત હાઇ કોર્ટના આદેશ બાદ વિદેશી યુવતીની ફરિયાદ સોલા પોલીસે નોંધી છે. પોલીસે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ ઈંઙઈની કલમ 376, 354, 506(2) મુજબ ફરિયાદ નોંધાઈ છે. રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેણે ગુજરાત હાઇ કોર્ટમાં અરજી કરી હતી. વર્ષ 2023ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ફરિયાદ દાખલ થતાં સોલા પોલીસે કેસની તપાસ શરૂ કરી દીધી છે. રાજીવ મોદી ઉપરાંત જોહન્સન મેથ્યુ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે. ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, 22 ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી વિદેશી યુવતી પર શારીરિક દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું. યુવતીએ છારોડી કેડીલા ફાર્મ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

તા.24મી અને 26મી ફેબ્રુઆરીના રોજ યુવતી સાથે સીએમડીએ અણછાજતું કૃત્યુ અને વ્યવહારની જાતીય સતામણી કરી હતી. આ મામલે આ વિદેશી યુવતીએ મહિલા આયોગ, નવરંગપુરા પોલીસ મથક, સોલા પોલીસ મથક, મહિલા પોલીસ સ્ટેશનમાં કેડીલા ફાર્માસ્યુટિકલ્સ કંપનીના સીએમડી રાજીવ ઈન્દ્રવદનભાઈ મોદી અને તેમને મદદ કરનાર જોન્સન મેન્થુ સામે જાતીય સતામણી અને દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવા માટે લેખિત ફરિયાદ કરી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આરોપો છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક