• ગુરુવાર, 02 મે, 2024

રાજયમાં કાળઝાળ ગરમીમાં રાહત: અમરેલીમાં 42.2 ડિગ્રી તાપમાન

મોટાભાગના વિસ્તારમાં બપોરે પવન ફૂંકાતા લૂનો અનુભવ : ગરમીના કારણે ફ્રૂટસ, જયુસ, ઠંડા પીણા, શેરડીનો રસ વગેરેની માગ વધી

રાજકોટ, તા.18: ગુજરાતમાં આ વર્ષે ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો આકરો મીજાજ જોવા મળી રહ્યો છે ગઇકાલે તો અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો અકળાઇ ઉઠયા હતા તેમજ રાજકોટમાં પણ સીઝનનું સૌથી વધુ તાપમાન ગત રોજ 43.8 ડિગ્રી નોંધાતા લોકોએ આગ ઝરતી ગરમીનો અનુભવ કર્યો હતો. જા કે આજે રાજયમાં ગરમીમાં થોડી રાહત જોવા મળી છે. જો કે ગરમ લૂના કારણે લોકોએ આકરી ગરમીનો અનુભવ કર્યો છે. અમરેલીમાં બે ડિગ્રી ઓછું તાપમાન નોંધાયું છે. આજે રાજયમાં સૌથી વધુ તાપમાન 42.2 ડિગ્રી અમરેલીમાં નોંધાયું છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કાળઝાળ ગરમીએ હાહાકાર મચાવ્યો છે અને અનેક સ્થળોએ તાપમાન 42થી 44 ડિગ્રી સુધી પહોંચી જતા જનજીવન ઉપર માઠી અસર થઈ છે. અસહ્ય તાપથી બચવા લોકો અને ત્યાં સુધી બપોરે ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યા છે અને એસી-પંખાનાં સહારે આવી ગયા છે. સાથો સાથ ભયંકર ગરમીના પગલે વિવિધ ફ્રુટસ, જયુસ, ઠંડા પીણા, શેરડીનો રસ વિગેરેની ડિમાન્ડ પણ વધી જવા પામી છે. રાજકોટમાં આજરોજ બપોરે 2-30 કલાકે રાજકોટનાં તાપમાનમાં ગઈકાલની સરખામરીએ 3 ડિગ્રી તાપમાન ઘટી જતા નગરજનોને કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળવા પામી હતી. જોકે બપોરે પવનની ઝડપ થોડી વધુ રહેતા લૂંનો અનુભવ થયો હતો. ગોહિલવાડ પંથકમાં પણ એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. પરંતુ ગરમ લૂના કારણે લોકોએ ગરમીનો અનુભવ કર્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક