સાંસદ ભરત સુતરીયાના પ્રયાસોથી નેશનલ હાઇ વે માટે વિકાસના નવા માર્ગો ખૂલ્યાં
અમરેલી,
તા.5 ઃ
અમરેલી જિલ્લા
સહિત સમગ્ર
સૌરાષ્ટ્રના માર્ગ
માળખાને વધુ
મજબૂત બનાવતી
મહત્ત્વપૂર્ણ મંજૂરી
કેન્દ્ર સરકાર
દ્વારા આપવામાં
આવી છે.
સાંસદ ભરતભાઈ
સુતરિયાના સઘન
પ્રયાસો, સતત
રજૂઆતો અને
માર્ગ વિકાસ
માટેની સક્રિય
કામગીરીને પગલે
નેશનલ હાઇ
વેના બે
મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટને
કરોડોની મંજૂરી
મળી છે.
રાષ્ટ્રીય
રાજમાર્ગ-351જીના
નાગેશ્રીથી અમરેલી
અને ચોટીલાના
આ 196 કિ.મી.
લાંબા સેક્શનને
અપગ્રેડ કરવા
માટે રૂપિયા
2,125.55 કરોડની મંજૂરી
આપવામાં આવી
છે. હાઇબ્રિડ
એન્યુઇટી મોડ
હેઠળ પેવ્ડ
શોલ્ડર્સ સાથેનો
બે-લેન
માર્ગ વિકસાવવામાં
આવશે. આ
પ્રોજેક્ટ અંતર્ગત
અમરેલીનો બાયપાસ
માર્ગ, જસદણ-આટકોટ-બાબરા
સેક્શન તેમજ
ચોટીલા શહેર
વિસ્તારમાં ચાર-લેન
માર્ગના અપગ્રેડેશનનો
સમાવેશ થાય
છે.
આ માર્ગ
પ્રોજેક્ટ સાકાર
થતાં અમરેલી,
રાજકોટ અને
સુરેન્દ્રનગર વચ્ચેની
કનેક્ટિવિટી
વધુ મજબૂત
બનશે. મુસાફરો
અને માલસામાનની
અવરજવર વધુ
સરળ બનશે
જ્યારે અમરેલી
અને બાબરા
બાયપાસથી શહેરોમાંથી
પસાર થતાં
ટ્રાફિકનું ભારણ
ઘટાડવામાં પણ
મહત્ત્વપૂર્ણ મદદ
મળશે. આ
ઉપરાંત રાષ્ટ્રીય
રાજમાર્ગ-351ના
બગસરા-વડિયા-જેતપુર
માર્ગ માટે
રૂપિયા 377.36 કરોડની
મંજૂરી આપવામાં
આવી છે.
સાંસદ
ભરતભાઈ સુતરિયાએ
નેશનલ હાઇ
વે માટે
સતત રજૂઆતો
કરી હતી.
તેમની સઘન
રજૂઆતો બાદ
હવે રૂપિયા
2,125.55 કરોડની ફાળવણી
સાથે આ
મહત્ત્વપૂર્ણ માર્ગ
પ્રોજેક્ટને આગળ
વધવાનો માર્ગ
મોકળો થયો
છે.