તાલાલાઃ તાલાલા તાલુકાનાં અનીડા ગિરથી સોનારિયા જતો 15 કિ.મી.માર્ગ કદાવર ડમ્પરની અવર જવરથી સાવ ખલાસ થઈ ગયો છતાં પણ માર્ગની મરામત કરવા બાંધકામ વિભાગ દ્વારા કોઈ પગલાં ન લેવાતા રોષ ફેલાયો છે.
અનીડાથી સોનારિયા
જતાં માર્ગ
ઉપર આવતા
ખંઢેરી, ભેટાળી,
પંડવા, ઈન્દ્રોય,
નાવદ્રા વિગેરે
સાત ગામના
લોકોની વેદના
અંગે
સરપંચ પ્રવીણાબેન
ચાવડાએ રજૂઆત
કરી છે
કે આ
માર્ગ ઉપર
ઠેરઠેર મોટાં
મોટાં ગાબડાં
પડી ગયા
હોય વાહન
ચાલકો ત્રાહિમામ
થઈ જાય
છે. 15 ગામના
લોકો માટે
મહત્ત્વના માર્ગ
ઉપર ઠેર
ઠેર બેથી
આઠ ફૂટના
મોટા મોટા
ગાબડાં પડી
ગયા હોય
છે. આ
માર્ગ ઉપર
દર્દીઓ કે
ગર્ભવતી મહિલાઓને
લઈ જવામાં
જોખમ ઊભું
થાય છે.
ચાર વર્ષથી
આવી હાલત
છે.
બાંધકામ વિભાગના
અધિકારીઓ સત્વરે
પગલાં લે
તે જરૂરી
છે. આ
માર્ગ નવો
બન્યો ત્યારે
મજબૂત અને
સારો બન્યો
હતો. આ
માર્ગની કેપેસિટી
15થી 20 ટન
છે, તેના
ઉપર આ
વિસ્તારમાં આવેલ
ભરડિયામાંથી 50 ટનથી
પણ વધારે
માલ ભરેલ
કદાવર ડમ્પર
અવિરત દોડતાં
હોય માર્ગમાં
મોટા મોટા
ગાબડાં પડી
ગયા છે.
વહીવટી તંત્ર
જાણતું હોવા
છતાં રાજકીય
કારણોસર મૌન
છે. આ
માર્ગ તુરંત
નવો
બનાવી, નવા
માર્ગની જાળવણી
માટે પ્રશાસન
જરૂરી કાર્યવાહી
કરે તેવી
લોક માગણી
ઉઠી છે.