13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી પ્રથમ વખત 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું આયોજન યાત્રિકો માટે વિશેષ વ્યવસ્થા,
વેરાવળ,
તા.10 : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તા.13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર
સુધી 30 દિવસીય શ્રાવણ શિવ મહોત્સવ યોજાશે. દેશ-વિદેશથી આવનારા લાખો શ્રદ્ધાળુઓને ધ્યાનમાં
રાખી સોમનાથ ટ્રસ્ટ દ્વારા દર્શન, પૂજન, ભોજન, નિવાસ અને સુરક્ષાની વ્યાપક તૈયારીઓ
કરવામાં આવી છે.
પ્રથમ
વખત 51 કુંડી મહામૃત્યુંજય યજ્ઞનું 30 દિવસીય આયોજન કરાયું છે. સવારે 8થી સાંજે 6 સુધી
9 સ્લોટમાં ભક્તો રૂ.51ના ન્યોછાવરથી યજમાન બની શકશે. યજ્ઞ માટે ધોતીની પણ નિ:શુલ્ક
વ્યવસ્થા રહેશે. ગીર ગૌપાલકો પાસેથી ગાયના છાણાનું અનુદાન મેળવી યજ્ઞમાં તેનો ઉપયોગ
કરાશે.
શ્રાવણ
દરમિયાન સોમનાથ મહાદેવને સવાલક્ષ બિલ્વપત્ર, રુદ્રાક્ષ, ભસ્મ, વૈષ્ણવ સહિતના વિશેષ
શૃંગાર કરાશે. યાત્રિકો શૃંગાર પૂજનનો લાભ લઈ શકશે. ચાર સોમવાર ઉપરાંત પૂર્ણિમા, માસિક
શિવરાત્રિ અને અમાસે સોમનાથ મહાદેવની પાલખીયાત્રા યોજાશે. વૃદ્ધો અને દિવ્યાંગો માટે
નિ:શુલ્ક ટોય ટ્રેન, વ્હીલચેર, ગોલ્ફ કાર્ટ તથા સહાયકોની વ્યવસ્થા કરાશે. સંકીર્તન
ભવનમાં ધ્વજા પૂજા, પાઘ પૂજા, રુદ્રાભિષેક સહિતની પૂજાઓ માટે વન-સ્ટોપ સુવિધા રહેશે.
જજ્ઞળક્ષફાવિં.જ્ઞલિ પરથી પૂજા, બિલ્વપૂજા, યજ્ઞ અને આવાસનું ઓનલાઈન બાકિંગ તેમજ ઓનલાઈન
સંકલ્પની સુવિધા મળશે.
યાત્રિકો
માટે નિ:શુલ્ક ભોજનાલય, શુદ્ધ પીવાના પાણી, વધારાના પ્રસાદ-પૂજા કાઉન્ટર, ક્લોકરૂમ
અને જુતાઘરની વ્યવસ્થા વધારાશે. સુરક્ષા, ફાયર સેફ્ટી અને ફર્સ્ટ એઇડની પણ ખાસ વ્યવસ્થા
રહેશે. એકમાર્ગીય ટ્રાફિક, વધારાના પાર્કિંગ અને રાત્રિ સફાઈ સાથે ‘વંદે સોમનાથ’ કલા
મહોત્સવમાં દર સોમવારે રાષ્ટ્રીય કલાકારો દ્વારા કલા આરાધના થશે.