• શુક્રવાર, 31 જુલાઈ, 2026

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી ધરપકડ

સોશિયલ મીડિયા પર બદનક્ષી અને તોડબાજીના કેસમાં કાર્યવાહી

સુરત, તા.30: સોશિયલ મીડિયા પર પરિવારની બદનક્ષી કરવા, ધમકી આપવા અને રેપ કેસમાં સેટલમેન્ટના નામે નાણાં પડાવવાના ગુનામાં વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી ધરપકડ કરીને સુરત લાવવામાં આવી છે. પુણા પોલીસ સ્ટેશન બહાર તેણે ઉગ્ર હોબાળો મચાવતા પોલીસે તેને ધક્કામારીને અંદર લઈ જવાની ફરજ પડી હતી.

આ કેસની વિગતો અનુસાર, ભાવનગરના વેપારી રાજુ ભમ્મરે કીર્તિ પટેલ અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ અગાઉ રાજુભાઈ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની અને સોશિયલ મીડિયા પર પરિવારના ચરિત્ર પર દાગ લગાવતી રીલ્સ અપલોડ કરી હોવાની ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસે અશ્લીલ શબ્દોનો ઉપયોગ, એક્સટોર્શન અને માનહાનિ સહિતની કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક