-દેશનું
કુલ વાવેતર ગયા વર્ષને પાર, ગુજરાતમાં ઓછું : સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી આવક થશે
રાજકોટ,તા.29:
(ફૂલછાબ ન્યૂઝ) મગફળીના વાવેતરનું ચિત્ર મોડેમોડે સક્રિય થયેલા ચોમાસાને લીધે સુધરી
રહ્યું છે બીજી તરફ સરકારી એજન્સીઓ દ્વારા ટેકાના ભાવમાં ખરીદવામાં આવેલી મગફળીનો
70 ટકા જેટલો જથ્થો વેંચાઇ ચૂક્યો છે. નાફેડ અને એનસીસીએફ દ્વારા ગુજરાતમાં 18 લાખ
ટન કરતા વધારે મગફળી ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી હતી. એ પૈકી હવે આશરે 5.4 લાખ ટન
મગફળી પડી હોવાનો અંદાજ છે.
બ્રોકરો,
ટ્રેડરો અને નિકાસકારો પાસેથી મળતી માહિતી મુજબ નાફેડ અને એનસીસીએફ એમ બન્ને એજન્સીઓ
પાસે 2.70 લાખ ટન એમ કુલ મળીને આશરે 5.4 કે 5.5 લાખ ટનનો પુરવઠો હોવાનું અનુમાન છે.
તેમણે ઉમેર્યું કે, ચાલુ વર્ષે તેજી થવાની આશાએ ખાનગી સ્તરે પણ સ્ટોકિસ્ટોએ ઘણી મગફળી
ખરીદી હતી એ પૈકી આશરે 4 લાખ ટન જેટલો પુરવઠો હોવાની સંભાવના છે. આમ કુલ મળીને 9થી
10 લાખ ટન મગફળીનો પુરવઠો હોવાનો અંદાજ છે. જોકે નવી આવક થવામાં હવે દોઢ મહિનાથી વધારે
સમય નહીં લાગે એ જોતા પુરાંત તરીકે કેટલોક જથ્થો જશે એમ માનવામાં આવે છે.
દેશભરમાં
મગફળીનું વાવેતર 40.20 લાખ હેક્ટર સામે અત્યાર સુધીમાં 40.77 લાખ હેક્ટર સુધી પહોંચી
ચૂક્યું છે. ગુજરાતમાં 20.11 લાખ હેક્ટર સામે 17.50 લાખ હેક્ટરમાં વાવણી થઇ ગઇ છે.
જોકે પાછલા સપ્તાહના વરસાદ પછી મગફળીનું વાવેતર અનેક ખેડૂતોએ કર્યું છે એટલે વાવેતર
વિસ્તાર 20 લાખ હેક્ટરને વટાવી જાય તેવી પૂરતી શક્યતા છે. મગફળીના વાવેતરથી ચારાની
સમસ્યા પણ ઉકેલાઇ જતી હોવાથી મોડાં વરસાદમાં ખેડૂતોએ મગફળી પસંદ કરી છે.
ડીએસએન
એગ્રી બ્રોકર્સના નીરજ અઢીયા કહે છે, નવી મગફળી સપ્ટેમ્બર મહિનાના અંત પહેલા જ દેખાવાનું
શરૂ થઇ જશે. એ જોતા હવે દોઢથી પોણા બે માસમાં નવો માલ આવશે. ખેડૂતો પાસે હવે મગફળીના
સ્ટોક નથી પણ સ્ટોકિસ્ટો અને સરકારના હાથમાં છે. જોકે નવો માલ આવે ત્યાં સુધીમાં હવે
મગફળીના ભાવ ટોચના મથાળેથી ધીરે ધીરે ઘટતી રહેશે. મગફળીના ભાવ ટોપ છે એટલે અહીંથી તેજીની
નહીં પણ ધીરે ધીરે ઘાસણીની સંભાવના છે.