• સોમવાર, 30 માર્ચ, 2026

પીએસઆઈ ભરતીની લેખિત પરીક્ષા તા.19 એપ્રિલે લેવાશે

શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પરીક્ષા આપશે : 13 એપ્રિલથી કોલ લેટર ડાઉનલોડ કરી શકશે

અમદાવાદ,તા.29: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ (ઙજઈં)ની શારીરિક કસોટી પૂર્ણ થઇ ગઇ છે ત્યારે હવે લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. રાજ્યના હજારો યુવાનોના ભાવિનો ફેંસલો આગામી 19 એપ્રિલના રોજ લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર, 19 એપ્રિલના રોજ બે મહત્વના પેપરની પરીક્ષા લેવામાં આવશે. જેમાં સવાર અને સાંજની બે અલગ-અલગ પાળીમાં ઉમેદવારોની બૌદ્ધિક અને વિષયલક્ષી ક્ષમતાની ચકાસણી કરવામાં આવશે એટલે કે એક જ દિવસે બે પેપર લેવામાં આવશે. શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો આ લેખિત પરીક્ષામાં બેસી શકશે. પોલીસ બેડામાં જોડાવવા માંગતા ઉમેદવારો માટે આ અંતિમ અને નિર્ણાયક તબક્કો માનવામાં આવે છે.

પરીક્ષાની જાહેરાતની સાથે જ કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ પણ સ્પષ્ટ કરી દેવામાં આવી છે. ઉમેદવારો 13 એપ્રિલથી ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પરથી પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. ઉમેદવારોને વહેલી તકે કોલ લેટર મેળવી લે જેથી પરીક્ષા કેન્દ્ર અને સમય બાબતે કોઈ મૂંઝવણ ન રહે તેમ જણાવવામાં આવ્યું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક