• ગુરુવાર, 26 માર્ચ, 2026

જામનગરમાં એન.એસ.યુ.આઈ. અને યુવક કોંગ્રેસમાં 250થી વધુ લોકો જોડાયા

જામનગર : યુવક કોંગ્રેસ, શહેર-જિલ્લાની કારોબારી તથા એન.એસ.યુ.આઈ. શહેર હોદ્દેદારોના નામની અને તમામ કોલેજમાં કારોબારીની જાહેરાત કરવામાં આવી છે. રપ0થી વધુ યુવકો શહેર કોંગ્રેસ અને એન.એસ.યુ.આઈ.માં જોડાયા હતાં. જામનગર શહેર-જિલ્લા યુવક કોંગ્રેસ તથા એન.એસ.યુ.આઈ.ના શહેર તથા અલગ અલગ કોલેજના નવા હોદ્દેદારોની નિમણૂકો અંગે સર્કિટ હાઉસમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નામ જાહેર કરવામાં આવ્યા હતા.

 યુવક કોંગ્રેસની કુલ 31 યુવાનની કારોબારી જાહેર કરવામાં આવી હતી. એન. એસ. યુ. આઈ.ની 1પ વિદ્યાર્થીઓની કારોબારી થતાં તમામ કોલેજમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. હોદ્દેદારો સર્કિટ હાઉસથી રેલી સ્વરૂપે નીકળી હવાઈ ચોક પહોંચ્યા હતાં, ત્યાં શહીદ ભગતાસિંહજીની પ્રતિમાને ફૂલહાર કરી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જડેજા, વિપક્ષના પૂર્વ નેતા ધવલ નંદા, આનંદ ગોહિલ, પ્રદેશ અગ્રણી સહારાબેન મકવાણા વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમનું આયોજન શહેર યુવક કોંગ્રેસ પ્રમુખ મહિપાલાસિંહ જાડેજા, એન.એસ.યુ.આઈ. શહેર પ્રમુખ રવિરાજાસિંહ ગોહિલ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક