• શનિવાર, 14 ફેબ્રુઆરી, 2026

સુરતમાં ગળાફાંસો ખાઈ માતા-પુત્રનો આપઘાત

(ફૂલછાબ ન્યુઝ)

સુરત,તા.13 : સુરતમાં ઉમરા વિસ્તારમાં 26 વર્ષીય માતાએ પોતાના 4 વર્ષીય પુત્ર સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જેમાં માતાએ પહેલા પુત્રને ગળાફાંસો આપ્યા બાદ પોતે પણ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના પાછળ પૂર્વ પતિ દ્વારા કરવામાં આવતા માનસિક ત્રાસ જવાબદાર હોવાનો પરિવારનો આક્ષેપ છે. ઘટના અંગે જાણ થતા જ પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શહેરના ઉમરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી પૂનમ (ઉ.26)તેના પિયરમાં માતા અને ભાઈ સાથે રહેતી હતી. દરમિયાન આજે સવારે પૂનમનો ભાઈ કોઈ કામ અર્થે ઘરેથી બહાર ગયો હતો. બાદમાં થોડા સમય પછી તેનો ભાઈ પોતાનું મોબાઈલ ચાર્જર લેવા માટે અચાનક ઘરે પરત ફર્યો ત્યારે બહેન પૂનમ અને તેનો 4 વર્ષનો ભાણેજ બંને પંખા સાથે લટકતી હાલતમાં મળ્યા હતા. જેથી બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા.

મૃતક પુજાની માતાના જણાવ્યા મુજબ, પૂનમે પાંચ વર્ષ પહેલાં અમદાવાદમાં રહેતા અને કાપડની દુકાનમાં નોકરી કરતા કરણ શાહ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પૂનમના આપઘાત પાછળ તેનાં સાસરિયાં જવાબદાર છે.

પૂનમની માતાએ આક્ષેપ કર્યો છે કે તેની નણંદ તેને ખૂબ જ હેરાન કરતી હતી. ઘરના તમામ નિર્ણયો નણંદ જ લેતી હતી અને સાસુ તથા પતિ પણ તેની જ વાત માનતાં હતાં. ઉપરાંત પૂનમના પતિ કરણ શાહ ક્યારેય તેની પત્નીનો પક્ષ લેતા નહોતા. તથા નણંદના કહેવા પર તે પૂનમ સાથે ઝઘડા કરતા અને છૂટાછેડા લેવા સુધીનું દબાણ કરતો હતો. લગ્નનાં પાંચ વર્ષ દરમિયાન પૂનમને વારંવાર પિયર મોકલી દેવામાં આવતી હતી. પતિ કરણ અવા રનવાર એવું બહાનું કાઢતો કે તે દેવાંમાં ડૂબેલો છે અને લગ્નના ખર્ચને કારણે તેની સ્થિતિ ખરાબ છે માટે પૂનમે પિયર જઈને રહેવું જોઈએ. ગર્ભાવસ્થા દરમિયાન પણ તેની યોગ્ય સંભાળ રાખવાને બદલે તેને પિયર મોકલી દેવામાં આવી હતી. જેના આધારે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

વિશ્વ કપનો પહેલો ઉલટફેર : ઓસ્ટ્રેલિયા સામે ઝિમ્બાબ્વેનો યાદગાર વિજય 2007 T-20 વર્લ્ડ કપ પછી ફરી એકવાર કાંગારૂ ટીમને હારનો સ્વાદ ચખાડતું ઝિમ્બાબ્વે February 14, Sat, 2026