• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે

અમદાવાદ, તા. 12: આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાન મોટાભાગે યથાવત્ રહેશે, પરંતુ એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળશે. જેના કારણે વાદળછાયુ વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.  હવામાન વિભાગના અનુસાર 13 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. આ સિસ્ટમની અસરના ભાગરૂપે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. હાલમાં રાજ્યમાં ઉત્તર-પૂર્વ અને પશ્ચિમ દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની આ દિશા બદલાતા તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો નજીવો ફેરફાર થવાની શક્યતા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક