બ્રિજના
સળિયા દેખાઈ ગયા, અકસ્માતનું જોખમ ?
રાજકોટ,
તા. 22: રાજકોટની ભાગોળે ટ્રાફિકથી સતત ધમધમતા અને જૂનાગઢ, સોમનાથ, પોરંદર તથા અમદાવાદ
તરફ આવવા-જવા માટે ચાવીરૂપ ભૂમિકામાં રહેલા ગોંડલ ચોકડી પરના ઓવરબ્રિજ પર નિર્માણના
બે વર્ષમાં જ તિરાડ પડી હોવાના અહેવાલો સામે આવ્યા છે. આશરે 90 કરોડના ખર્ચે બનેલા
આ બ્રિજમાં ચાર ઈંચ જેટલી તિરાડ હોવાની વાતો વહેતી થઈ હતી.
આમ
આદમી પાર્ટીએ આ બ્રિજના નિર્માણ કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન શીતલબેન ગોહેલે જણાવ્યું હતું કે, અગાઉ જ્યારે આ બ્રિજ
બન્યો હતો, ત્યારે પણ ભ્રષ્ટાચારની વાતો સામે આવી હતી. અત્યારે તે સાબિત થઈ રહી છે.
આ બ્રિજના જોઈન્ટ વચ્ચે 4 ઈંચની તિરાડ પડી છે અને અમુક જગ્યાએ મોટા પોપડા ઉખડી ગયા
છે. બ્રિજની અંદર સળિયા પણ બહાર દેખાઈ રહ્યા છે. બ્રિજનો કેટલો ભાગ એક તરફ નમી રહ્યો
હોય તેવું જણાઈ
આવે
છે.
જોકે
1.2 કિલોમીટર સિક્સલેન એલીવેટેડ બ્રિજમાં તિરાડ પડી હોવાની વાત વહેતી થયા બાદ એન્જિનિયરો
દોડી ગયા હતા અને સમારકામ હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું હતું. બ્રિજ પર અકસ્માત
થાય તે પહેલા તંત્ર ગંભીરતાથી આ મામલાની તપાસ કરે અને યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી
બન્યું છે.