-સિહોરના
શખસ વિરૂદ્ધ ફરિયાદ : આરોપીએ મહિલાના ક્રેડિટ કાર્ડ પર લોન અને વાહન લઈ લીધું
ભાવનગર,
તા.21: ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાએ શિહોરના શખસ વિરુદ્ધ દુષ્કર્મની
ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત
માહિતી મુજબ ભાવનગર શહેરમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી એક મહિલા જે ત્યક્તા છે તે
ઈન્સ્ટાગ્રામ દ્વારા સિહોરના જીગર ચાવડા નામના યુવાનના સંપર્કમાં આવી હતી અને તેણે
પણ તેની પત્ની સાથે છુટાછેડા લીધેલા છે. છેલ્લા એક વર્ષથી બન્ને સંપર્કમાં હતા અને
આ શખસે મહિલા કોન્સ્ટેબલને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધો કેળવી દુષ્કર્મ કર્યું
હતું તેમજ વિશ્વાસમાં લઈ તેના ક્રેડિટ કાર્ડના નામે લોન અને વાહન લીધું હતું. દરમિયાન
લગ્ન કરવાની ના પાડી માત્ર સંબંધ રાખવા જ જણાવતા મહિલા કોન્સ્ટેબલે ભાવનગર સી ડિવિઝન
પોલીસ સ્ટેશનમાં આ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ
તપાસ હાથ ધરી છે. આ બનાવથી પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.