મે મહિનામાં ઈન્ડેક્સ 0.5 ટકા વધીને 144એ પહોંચ્યો
નવી
દિલ્હી, તા. 6 : કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ માટે સારા અહેવાલ સામે આવી
રહ્યા છે. જુલાઈ 2025થી મોંઘવારી ભથ્થામાં અંદાજીત ચાર ટકાનો વધારો થવાની પૂરી સંભાવના
વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓલ ઈન્ડિયા કંઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રીયલ વર્કર્સના
નવા આંકડાએ મોંઘવારી ભથ્થામાં વધારાની સંભાવનાને વધારે નિશ્ચિત કરી છે. મે 2025મા ઈન્ડેક્સ
0.5 પોઈન્ટ વધીને 144એ પહોંચી ગયો હતો.
માર્ચથી
મે મહિના સુધી સૂચકાંકમાં સતત વધારો જોવા મળ્યો છે. માર્ચમાં 143, એપ્રિલમાં 143.5
અને મે મહિનામાં 144 આંક થયો હતો. જો જૂન 2025મા પણ સુચકાંકમાં 0.5 ટકાનો વધારો થાય
તો ડીએ 55 ટકાથી વધીને 59 ટકા થઈ શકે છે.
ડીએની
ગણના છેલ્લા 12 મહિનાના એઆઈસીપીઆઈ-આઈડબલ્યુના સરેરાશના આધારે થાય છે. સાતમા પગાર પંચની
ભલામણના આધારે ડીએ ગણવા ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવ્યો છે.