• સોમવાર, 07 જુલાઈ, 2025

‘િવસાવદરની હાર બાદ ભાજપે આપના નેતાઓ ઉપર ખોટા કેસ કરવાનું શરૂ કર્યું’

ચૈતર વસાવાની ધરપકડ ભાજપનાં ઇશારે થઈ : આમ આદમી પાર્ટીના આક્ષેપ

 

રાજકોટ, તા. 6: ‘ભાજપે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયાને પ્રજાએ જીત આપી. આ વાતથી ભાજપ ખૂબ જ બોખલાઈ ગયું છે અને આમ આદમી પાર્ટીના નેતા ઉપર ખોટા કેસો કરવાનું શરૂ કર્યું છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ગઈકાલે સંકલનની માટિંગમાં ગયા હતા ત્યાં તેમણે મનરેગામાં થયેલા 2000 કરોડથી વધુના કૌભાંડ સહિત બીજા અને કૌભાંડ ઉપર સવાલો પહોંચ્યા તો ભાજપના લોકોએ ચૈતર વસાવા સાથે હાથાપાઈ કરી.’ આપના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આ આક્ષેપ લગાવ્યા હતા.

 આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં જણાવ્યું હતું કે, ત્યાર બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ફરિયાદ લખીને પોલીસ સ્ટેશને આપવા માટે જાય છે તો ત્યાં તેમની ફરિયાદ લેવાની જગ્યાએ પોલીસ ભાજપના ઈશારા પર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પર જ ખોટી ફરિયાદ દાખલ કરે છે અને તેમની ધરપકડ કરી લે છે. ખુલ્લેઆમ લોકતંત્રની હત્યા થઈ રહી છે.

આમ આદમી પાટીયા ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપના એક ચાલુ મંત્રીના 2000 કરોડના કૌભાંડને બહાર પાડ્યું અને તેમના દીકરાઓને પોલીસે જેલ ભેગા પણ કર્યા ત્યાર બાદ હવે ધારાસભ્ય ચૈતર વસાવા બીજા અનેક તાલુકાઓમાં જઈ રહ્યા છે ત્યાં તમામ જગ્યાએ આ રીતના ભ્રષ્ટાચારની ફરિયાદો સામે આવી રહી છે.

 આપના પ્રદેશ મહામંત્રી સાગર રબારીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વારંવાર કાયદો હાથમાં લઈ રહ્યા છે તેવી છાપ ભાજપ દ્વારા ગણતરીપૂર્વક ઊભી કરવામાં આવી રહી છે. નળ સે જલ અને મનરેગા જેવી અનેક યોજનાઓનો બેફામપણે દુરુપયોગ થઈ રહ્યો છે અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે.

આદિવાસી સમાજનો કોઈપણ વ્યક્તિ આદિવાસી સમાજનો ચહેરો ન બને તેવું ભાજપ ઈચ્છે છે અને તેને કારણે જ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવતા ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી સમાજમાં વિરોધ થઈ રહ્યો છે, એમ આપ દ્વારા આક્ષેપ કરાવાયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક