ટ્રમ્પના ગોલ્ફ ક્લબ ઉપર નો ફલાઈ ઝોનમાં નાગરિક વિમાન ઘૂસી આવતા દોડધામ
વોશિંગ્ટન,
તા. 6 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષામાં ભારે ચૂકનો બનાવ સામે આવ્યો
છે. અમેરિકી વાયુ રક્ષા એજન્સી નોર્થ અમેરિકી એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડે શનિવારે એક
નાગરિક વિમાનને એફ-16 ફાઈટર જેટની મદદથી ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યું હતું. આ વિમાન રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પના બેડમિંસ્ટર સ્થિત ગોલ્ફ ક્લબ ઉપર ઉડાન ભરી રહ્યું હતું. જે તે સમયે
અસ્થાયી નો ફલાઈ ઝોન ઘોષિત કરવામાં આવ્યું હતું. એરોસ્પેસ ડિફેન્સ એજન્સીના કહેવા પ્રમાણે
આ દિવસભરમાં પાંચમી ઘૂસણખોરી હતી.
ઈન્ટરસેપ્ટ
દરમિયાન એફ-16એ હેડબટ રણનીતિ અપનાવી હતી. જેમાં યુદ્ધ વિમાન નાગરિક વિમાનની આગળ ઉડે
છે જેથી તેના તરફ ધ્યાન આકર્ષિત થઈ શકે. ત્યારબાદ વિમાનને સુરક્ષિત રીતે નો-ફલાઈ જોનમાંથી
બહાર કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયે ટ્રમ્પ રજા માણવા ન્યુ જર્સીમાં છે. તેમની
હાજરીના કારણે ક્ષેત્રને અસ્થાયી નો ફલાઈટ ઝોન જાહેર કરવામાં આવ્યું હતું. આ પહેલા
માર્ચ મહિનામાં પણ ફલોરીડામાં ટ્રમ્પના અવાસે નો ફલાઈ ઝોનનું ઉલ્લંઘન થયું હતું.