• મંગળવાર, 14 જુલાઈ, 2026

ગુજરાતમાં ચાંદીપુરાથી 7 દિવસમાં 11 બાળકનાં મૃત્યુ

- આરોગ્ય તંત્રને દવાઓ, ફાગિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા આદેશ અપાયા

 

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.13 રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર ઝડપથી ફેલાઈ રહ્યો છે. 7 જુલાઈએ પ્રથમ બાળકનું વાયરસથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું હતું. ત્યારથી અત્યાર સુધી એટલે કે સાત દિવસમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના કારણે કુલ 11 બાળકનાં મૃત્યુ થયાં છે. જેમાં 3 પોઝિટિવ અને 8 શંકાસ્પદ બાળકનો સમાવેશ થાય છે. જ્યારે અત્યારે 2 પોઝિટિવ બાળક ગાંધીનગર સિવિલમાં દાખલ છે અને અન્ય 5 શંકાસ્પદ માસૂમ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસના વધતા પ્રકોપને લઈને રાજ્યનું આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે.

અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ કહ્યું હતું કે, ચાંદીપુરા વાયરસના સચોટ નિદાન માટે લેબોરેટરી ટેસ્ટિંગની કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે. કુલ 27 શંકાસ્પદ કેસના નમૂનામાંથી 19 નમૂનાનાં પરિણામો પ્રાપ્ત થઈ ચૂક્યા છે. જેમાંથી 7 પોઝિટિવ અને 12 નેગેટિવ આવ્યા છે. જ્યારે બાકી રહેલા 8 નમૂનાનું પરીક્ષણ પરિણામ આવવાનું બાકી છે. વર્ષે ચાંદીપુરા વાયરસના કારણે કુલ ત્રણ પોઝિટિવ બાળકોનાં મૃત્યુ થયાં છે, જે અંગે મંત્રીએ બેઠકમાં દુઃખ વ્યક્ત કરીને હવે રાજ્યમાં એકપણ બાળકનું ચાંદીપુરા વાયરસનાં કારણે મૃત્યુ થાય તે અંગે સઘન કાળજી લેવા આરોગ્ય તંત્રને તાકીદ કરી હતી. આરોગ્ય તંત્રને દવાઓ, ફાગિંગ અને સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા આદેશ આપવામાં આવ્યા છે.

---------

ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટોને ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા તાકીદ

આરોગ્ય વિભાગ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની મદદ લઈને રાજ્યના તમામ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટને ગાઇડલાઇન જાહેર કરી ગાંધીનગર મુખ્ય મથક સાથે સંકલનમાં રહેવા જણાવાયું છે. નાના સેન્ટરો અને ખાનગી ક્લિનિક ચલાવતા ડૉક્ટરોને પણ સૂચના આપવામાં આવી છે કે, જો આવો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો પ્રાથમિક           સારવાર બાદ સમય બગાડÎ વિના બાળકને ઓક્સિજન અને વેન્ટિલેટરની સુવિધા ધરાવતી મોટી હોસ્પિટલોમાં તુરંત દાખલ કરવામાં આવે, જેથી બાળકની કિંમતી જિંદગી બચાવી શકાય.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફ્લેમિંગ અને CSKનો 18 વર્ષનો નાતો તૂટયો: કોચપદેથી હટી ગયા July 14, Tue, 2026