• મંગળવાર, 14 જુલાઈ, 2026

છૂટક મેંઘવારીમાં વધારો

છૂટક મોંઘવારી જૂનમાં વધીને 4.38 ટકા, 17 મહિને પહેલી વાર છઇઈંનાં લક્ષ્યને પાર

નવી દિલ્હી, તા. 13 મોંઘવારી સામાન્ય માણસ માટે માથાંનો દુઃખાવો બનતી આવી છે, ત્યારે અરા દુઃખાવામાં ફરી વધારો થયો છે. જૂન મહિનામાં છૂટક મોંઘવારી દર 4.38 ટકા પર પહોંચી ગયો હતો. ખાવા-પીવાની વસ્તુઓની કિંમતોમાં વધારો થવાથી છૂટક મોંઘવારી 17 મહિનામાં પહેલીવાર ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ)નાં ચાર ટકાનાં  લક્ષ્યથી પાર નીકળી ગઈ હતી. કેન્દ્ર સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે સોમવારે આંકડા જારી કર્યા હતા. 2026ની શરૂઆતમાં છૂટક મોંઘવારી ઘણી ઓછી હતી. જાન્યુઆરીમાં દર 2.74 ટકા હતો જે મહિનામાં વધીને 4.38 ટકા પર પહોંચી ગયો હતો.

ખાદ્યાન્ન મોંઘવારી જૂન મહિનામાં વધીને 5.32 ટકા પર પહોંચી ગઈ હતી. મે મહિનામાં દર 4.38 ટકા પર હતો.

મે મહિનામાં છૂટક મોંઘવારી દર 3.93 ટકા હતો, જે જૂનમાં 4.38 ટકા થઈ જતાં 0.45 ટકા વધારો આવ્યો છે.

ખાદ્ય ચીજોની કિંમતોમાં લગાતાર વધારો થવો દેશના ગ્રાહકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. રિઝર્વ બેન્ક પર હવે મોંઘવારીને નિયંત્રિત કરવાનું દબાણ વધી ગયું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Sports

ફ્લેમિંગ અને CSKનો 18 વર્ષનો નાતો તૂટયો: કોચપદેથી હટી ગયા July 14, Tue, 2026