માધવપુર
ઘેડના પત્રકાર નગીનભાઈ પોપટના માતાનું અવસાન
માધવપુર
ઘેડ : દમયંતીબેન કરસનદાસ પોપટ (ઉં.વ.93) તે માધવપુર ઘેડના પત્રકાર તથા લોહાણા સમાજના
અગ્રણી નગીનભાઈ પોપટ, પ્રકાશભાઈ, દીપકભાઈ, વિજયભાઈ તથા હંસાબેન કિશોરકુમારના માતુશ્રી,
સ્વ.કરસનદાસ હરિદાસ પોપટના પત્ની, આશિષભાઈ, હિરેનભાઈ, જયભાઈ, રોનકભાઈ, મોહિતભાઈ તથા
પાર્થભાઈના દાદીમાનું અવસાન થયું છે. ઉઠમણું તા.21ને ગુરુવારે સાંજે 5થી 6 લોહાણા મહાજન
વાડી, માધવપુર ઘેડ ખાતે છે.
ચક્ષુદાન
રાજકોટ:
હિતેશભાઇ બેચરભાઇ ગોહેલનું અવસાન થતાં તેમની પોતાની ઇચ્છા અનુસાર તથા તેમના પત્ની,
ગીતાબેન તથા પરિવારની સહમતીથી અને જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી ચક્ષુદાન કરાયું છે. જનકલ્યાણ
સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટની પ્રેરણાથી આ અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ
અભિયાનમાં કુલ 857 મું ચક્ષુદાન થયું છે. એપ્રીલ-26માં ઓમણીસ મું ચક્ષુદાન થયું છે.
સમગ્ર ગુજરાતમાં ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન માટે જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન, ઉમેશ
મહેતા:મો. 94285 06011નો સંપર્ક કરવા જણાવાયું છે.
રાજકોટ:
શ્રી સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ રાજકોટ હાલ ગાંધીનગર નરેન્દ્રભાઇ મહેતા (ઉ.72)
તે સ્વ. જગન્નાથભાઇ મોહનલાલ મહેતા અને સ્વ. લાભુબેન જગન્નાથભાઇ મહેતાના પુત્ર તથા સ્વ.
હર્ષાબેનના નાનાભાઇ તથા વિનોદભાઇ (િનવૃત્ત જી.પં.), સ્વ. ગિરીશભાઇ અને સ્વ. ગીતાબેનના
મોટાભાઇ તેમજ સ્વ. હરિલાલ છગનલાલ મહેતા (કેશોદ)ના જમાઇ તથા જયશીલભાઇ અને દિવ્યેશભાઇના
પિતાનું તા.17મીએ અવસાન થયું છે. બેસણુ: તા.21ને ગુરૂવારે સાંજે 5 થી 6-30 શ્રી મહાકાલેશ્વર
મંદિર, માલવિયા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે.
રાજકોટ:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ કોટડાપીઠા હાલ રાજકોટ મનસુખલાલ (મનુભાઇ) લક્ષ્મીશંકર
ભટ્ટ (ઉ.93) તે સ્વ. ગુણવંતીબેનના પતિ તથા નરેન્દ્રભાઇ ભટ્ટ (િનવૃત્ત બીએસએનએલ), જયશ્રીબેન
અને ઇલાબેનના પિતા તથા સ્વ. નર્મદાશંકર, સ્વ. ઇશ્વરલાલના નાનાભાઇ તથા દિનુભાઇ અને ધીરૂભાઇના
મોટાભાઇ તેમજ અરૂણાબેનના સસરા તથા આકાશ અને દિશા પલ્લવકુમાર વખારીયાના દાદાનું તા.18ના
અવસાન થયું છે. બેસણુ: તા.22ને શુક્રવારે સાંજે 5 થી 7 તેમના નિવાસસ્થાન પાસે શ્રી
કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, વિષ્ણુ વિહાર સોસાયટી, રૂડા-2 ની બાજુમાં, રાજકોટ ખાતે
રાખેલ છે.
માધવપુર(ઘેડ):
વિનોદભાઇ, માધવજીભાઇ, કુમનભાઇ જમનાદાસ દેવાણી (મેખડી વાળા)ના મોટા બેન દમયંતીબેન કરસનદાસ
પોપટ (ઉ.93)નું અવસાન થયું છે. પિયર પક્ષની સાદડી: તારીખ 21મીએ સાંજે 5 થી 6 લોહાણા
મહાજન વાડી, માધવપુર(ઘેડ) ખાતે રાખેલ છે.
ધોરાજી:
સોહેલિયા લલિતચંદ્ર હિરચંદભાઇ મૂળ પડધરી હાલ ધોરાજી તે જયેશભાઇ, ચેતનભાઇ તથા મનીષાબેન
ધર્મેશભાઇ રાજપરાના પિતાનું તા.18નાં રોજ અવસાન થયું છે. બેસણુ: ગુરૂવાર તા.21ના રોજ
સાંજે 5 થી 7 તેમના નિવાસસ્થાન અંજલિ એપાર્ટમેન્ટ, સ્ટેશન પ્લોટ, ધોરાજી ખાતે રાખેલ
છે.
ધોરાજી:
સોહેલિયા લલિતચંદ્ર હિરચંદભાઈ મુળ પડઘરી હાલ-ધોરાજી તે જયેશભાઈ, ચેતનભાઈ તથા મનીષાબેન
ધર્મેશભાઈ રાજપરાના પિતાનું તા.18ને સોમવારે અવસાન થયુ છે. બેસણું ગુરુવાર તા.ર1ના
સાંજે પથી 7 તેમના નિવાસ સ્થાને અંજલિ એપાર્ટમેન્ટ ખાતે છે.