વાંકાનેર:
પસાયા નિવાસી હાલ રાજકોટ ઘનશ્યામસિંહ ગગુભા જાડેજા (ઉં.71) તે અનિરુદ્ધસિંહના પિતા,
અજીતસિંહના મોટાભાઈ, કિરીટસિંહ, જયદેવસિંહ જાડેજાના કાકા, જીતેન્દ્રસિંહ હઠીસિંહ ઝાલા
(વાંકાનેર), જીતેન્દ્રસિંહ કે.ગોહીલ તથા મહેન્દ્રસિંહ એ.ગોહિલના સસરાનું તા.17ના અવસાન
થયું છે. બેસણું તા.21ના સાંજે 4થી 6, કોપર ગ્રીન સિટી, રેલનગર, ફાયર સ્ટેશનની સામે,
રાજકોટ છે.
રાજકોટ:
જગદીશ અબોટી બ્રાહ્મણ પ્રમોદભાઈ રતિલાલ પુરોહીત(ઉં.76) તે પ્રવીણભાઈ, કિશોરભાઈ રતિલાલ
પુરોહીતના ભાઈ, ધવલ તથા હેમાના પિતા, પરેશ, ચારૂના કાકા, રવિના મોટા પપ્પા, ધર્મ અને
ક્રીશિવના દાદા, હાર્દિક વ્યાસના સસરાનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે
4-30થી 6-30, આસ્થા ચોક, બિલીપત્ર રેસિડેન્સી-2, કોર્નર લિટલ સ્ટાર સ્કૂલ પાસે, રેલનગર,
રાજકોટ છે.
રાજકોટ:
સ્વ.મનહરલાલ પ્રભુલાલ વાઢેરના પત્ની સરોજબેન (ઉં.78) તે સ્વ.મણિલાલના નાનાભાઈનાં પત્ની,
સ્વ.અનંતરાય, શાંતિલાલ, મુકુન્દરાય, સ્વ.મહેશભાઈ તથા લીલાવંતીબેન પ્રતાપરાય જાડાનાં
ભાભી, વિજયભાઈ, હિતેષભાઈ, પ્રશાંતભાઈ, માલતીબેન રાજેન્દ્રકુમાર બોસમિયા, જ્યોતિબેન
જતીનકુમાર પડિયાનાં માતા, સ્વ.રતિલાલ ગોવિંદજી બોસમિયા (કલકત્તા)નાં દીકરી, સિદ્ધિ,
નિકેશ, ધનરાજ અને વીરનાં દાદીનું તા.16ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.18ના સાંજે
4-30થી 6, બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, પેડક રોડ, રાજકોટ છે. પિયર પક્ષની સાદડી સાથે
છે.
જામનગર:
મુળ કરાચીવાળા કચ્છી લોહાણા સ્વ.કાકુભાઈ ખીમજી કેસરીયાના પુત્ર જવાહર કેશરીયાનાં પત્ની
શિલાબેન (ઉં.75) તે પ્રશાંત (ટીનું)(નવાનગર બેન્ક)નાં માતા, આર.કે.કોર્પોરેશનવાળા સંદીપભાઈ,
હીરેનભાઈ (નવાનગર બેન્ક)નાં કાકી, સ્વ.નિર્મળાબેન ડી.સોમૈયા, સ્વ.હરીશભાઈ, સ્વ.કિશોરભાઈ,
કુસુમબેન એમ.દત્તાણી, સ્વ.રાજુભાઈનાં ભાભીનું તા.17ના અવસાન થયું છે. ઉઠમણું તા.18ના
સાંજે 6 થી 6-30 દરમિયાન તળાવની પાળે, પાબારી હોલ ખાતે ભાઈઓ તથા બહેનો માટે સાથે છે.
સાવરકુંડલા:
સોની બાબુભાઈ રાયચંદભાઈ ઝીંઝુવાડિયા (ઉં.73) તે ભરતભાઈ, રાજેશભાઈ, શશીકાંતભાઈ, જીતેન્દ્રભાઈ,
રાકેશભાઈના કાકાનું તા.15ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 4થી 6, ગાંધી ચોક,
મહાલક્ષ્મી માતાજીનાં મંદિરે,
સાવરકુંડલા
છે.
સાવરકુંડલા:
જીતેન્દ્રભાઈ ચુનીલાલ સરૈયા (ઉં.67) તે ચુનીલાલ વિઠ્ઠલદાસ સરૈયાના પુત્ર, પ્રવિણચંદ્ર,
રાજેશભાઈના ભાઈનું તા.16ના અવસાન થયું છે. બેસણું તા.18ના સાંજે 5થી 6, પંચનાથ મહાદેવ
મંદિર, રાજકોટ છે.
તાલાલા
ગિર: ધાવા ગીરના મણીભાઈ બેચરભાઈ લખતરીયા (ઉં.86) તે જગદીશભાઈ, નરોત્તમભાઈ, ધીરૂભાઈના
પિતાનું તા.17ના અવસાન થયું છે. બેસણું તા.18ના સવારે 8થી સાંજે 5 કડવા પાટીદાર સમાજ
ખાતે છે.
રાજકોટ:
પ્રભુદાસ જાદવજીભાઈ કાનાબાર (દેવળીવાળા)(ઉં.67) તે સ્વ.જમનાદાસભાઈ, ગીરધરભાઈ, રમેશભાઈ,
શશિકાંતભાઈના ભાઈ, જયાબેન રમણીકલાલ તેલી (દ્રોણ), હીરાબેન ચંદ્રકાન્ત વિઠલાણી (વેરાવળવાળા)ના
ભાઈ, નરેન્દ્રભાઈ, ભરતભાઈ, રિતેશભાઈ, ધર્મિષ્ઠાબેન નીરવકુમાર ઠકરાર (રાજકોટ) અને કાજલબેન
વિશાલકુમાર વસાણી (મુન્દ્રા)ના પિતા, હરમડીયાવાળા અરવિંદકુમાર બાબુલાલ ગંગદેવના બનેવીનું
તા.17ના અવસાન થયું છે. બેસણું, સસરા પક્ષની સાદડી તા.18ના સાંજે 5થી 6, સસુર પક્ષની
સાદડી સાથે બી-1204, ગાલા ગ્લોરી સાઉથ બોપલ અમદાવાદ છે.
રાજકોટ:
ગુજરાતી શ્રીગૌડ માળવીય બ્રાહ્મણ મૂળ ત્રંબા હાલ રાજકોટ સ્વ.બાબુલાલ ત્રિભોવન ભટ્ટના
પુત્ર શિરીષભાઈ (નિવૃત્ત સુપરવાઈઝર, એજી ઓફિસ)(ઉં.74) તે અરૂણાબેન (નિવૃત્ત શિક્ષિકા
ગોંડલ)ના પતિ, સ્વ.પ્રભુલાલભાઈ, કિશોરભાઈના લઘુબંધુ, સ્વ.પ્રફુલ્લભાઈ, ચંદ્રકાંતભાઈ
(નિવૃત્ત એજી ઓફિસ), રેખાબેન, નયનાબેન રાજેશભાઈ દવેના વડીલબંધુ, જીજ્ઞેશભાઈ (રેલવે
જંક્શન બેન્ક), શિવમભાઈ (ઈન્ચાર્જ ઓ.એસ.ગુજરાત પોલીસ)ના પિતા, રક્ષિતાબેનના સસરા, સ્વ.રવિશંકર
પોપટલાલ જોષી (ગોંડલવાળા)ના જમાઈ, રાજેન્દ્રભાઈ (રાજકોટ)ના બનેવીનું તા.17ના અવસાન
થયું છે. બન્ને પક્ષનું ઉઠમણું, બેસણું તા.18ના સાંજે 5થી 6-30, ઈન્દ્રેશ્વર મહાદેવ
મંદિર હોલ, માસ્તર સોસાયટી, રાજકોટ છે.
બાબરા:
બટુકભાઇ (ઉ.74) તે ગૌ. વા. ગીરધરલાલ હરજીવનભાઇ રાજપોપટના પુત્ર, ધીરજલાલ, કનૈયાલાલ
તથા મુકેશભાઇના ભાઇ તથા સુનીલભાઇ અને હિરેનભાઇના પિતાનું તા.16ના અવસાન થયું છે. ઉઠમણું
તા.18ને સોમવારે 5 થી 6 લોહાણા મહાજન વાડી, બાબરા ખાતે છે.