ચક્ષુદાન,
સ્કીન ડોનેશન
રાજકોટ:
કાંતિલાલ નરભેરામભાઈ દોશીનું અવસાન થતા તેમના પરિવારની ઈચ્છા અનુસાર તથા જનકલ્યાણ ટ્રસ્ટની
પ્રેરણાથી ચક્ષુદાન તથા સ્કીન ડોનેશન કરાવેલ છે. અનુકરણીય ઉદાહરણ પૂરું પાડયુ છે. જનકલ્યાણ
ટ્રસ્ટની પ્રેરણાથી અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગૃતિ અભિયાનમાં કુલ
851મું ચક્ષુદાન તથા 51મું સ્કીન ડોનેશન થયેલ છે.
ચક્ષુદાન
રાજકોટ:
જાહેર જીવનમાં પાંચ દાયકાથી વધુ સમયથી કાર્યરત અભ્યાસુ અગ્રણી, આર.સી.સી. બેંકના નિવૃત
અધિકારી, ભક્તિનગર સોસાયટી અને ધારેશ્વર મંદિરના પૂર્વ પ્રમુખ તખુભા રાઠોડના ધર્મપત્ની
આરતીબાનું અવસાન થતા તખુભા, સંદીપભાઈ, અશોકસિંહ સહિતના પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી
નિર્ણય લીધો હતો. સ્વ.આરતીબાના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબ માર્ગદર્શક મુકેશભાઈ
દોશી, ચક્ષુદાન અભિયાન સંયોજક અનુપમ દોશી, ઉપેનભાઈ મોદી દ્વારા કરાયું હતુ. ડો. હેમલ
કણસાગરાએ સહકાર આપ્યો હતો. સંસ્થાનું આ 206મું ચક્ષુદાન છે.
મોરબી:
નિર્મળાબેન સુરેશચંદ્ર માણેક (ઉ.76) તે સ્વ. સુરેશચંદ્ર દામજીભાઇ માણેકના પત્ની, જીતેન્દ્રભાઇ, હિતેષભાઇ, પંકજભાઇના કાકી, ઠા. દામજીભાઇ
મૂળજીભાઇ ચંદારાણાના દીકરી, દેવચંદભાઇ, સોમચંદભાઇ, ગાપલજીભાઇ મૂળજીભાઇ ચંદારાણાના ભત્રીજીનું
તા.6 ના અવસાન થયું છે. બેસણું, પિયર પક્ષની
સાદડી તા.8નાં સાંજે 5 થી 6 જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી છે.
પોરબંદર:
પ્રભાબેન નાથાલાલ કુબાવત (ઉ.71) તે સ્વ. નાથાલાલ પોપટલાલ કુબાવતના પત્ની, લલીતભાઇ,
દિલીપભાઇ, સ્વ. મહેશભાઇના માતાનું તા.5ના અવસાન થયેં છે.
મોરબી:
વાધરવા નિવાસી ધર્મેન્દ્રસિંહ (ધ્રુવરાજસિંહ) લખધીરસિંહ જાડેજાના પુત્રી રાજકુવરબા
(ઉ.5)તે તે કૃષ્ણસિંહ લખધીરસિંહ જાડેજા તથા નાગરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની ભત્રીજી,
યુગદેવસિંહના બેનનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.8ના સવારે 8 થી 11 ગામ વાધરવા,
તા. માળીયા, જી.મોરબી છે.
રાજકોટ:
દશા સોરઠીયા વણિક સ્વ.નાથાલાલભાઇ જાદવજી સંઘાણી (કઢી)ના પુત્ર, કિરીટભાઇ (ઉ.65) તે
જસુભાઇ, સ્વ. વસંતભાઇ તથા રાજુભાઇ સ્વ. વીણાબેન માલવિયા, હંસાબેન ચુડાસમાના ભાઇ, રાધિકા,
માધુરીબેન જયકુમાર જોષી, સ્વ. રવિના પિતા, ધવલ, કરણ, જેનીશના મોટા બાપુજી, મણિલાલ માલવિયા
(ઉપલેટા વાળા)ના જમાઇ, જયભાઇ જોશીના સસરાનું તા.5ના અવસાન થયું છે. બેસણું તા.7નાં
સાંજે 5 થી 6 ભવનાથ મંદિર કોઠારીયા રોડ, રાજકોટ
છે.
સલાયા:
લીલાવંતીબેન હસમુખરાય સૂચક (હર્ષાબેન) ભાણવડ
વાળા (ઉ.82) તે સ્વ. હસમુખરાય વશનજી સૂચકના પત્ની, સ્વ. દામોદર હિરજીભાઇ લાલના નાના બેન, કિશોરભાઇ લાલ, ભરતભાઇ લાલ (પત્રકાર)ના
ફઇ, સ્વ. પારૂલબેન ભરતકુમાર દાવડા (જામનગર), પુનમબેન પરેશભાઇ માંડવીયા (પોરબંદર), પ્રીતિબેન
પ્રફૂલભાઇ મોદી (ખંભાળિયા, સલાયા નગરપાલિકા કર્મચારી), સ્વ. હર્ષદભાઇના માતાનું તા.6ના
અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.7ના સાંજે 4- થી 4-30 માતુશ્રી પ્રેમબાઇ પ્રાર્થના
હોલ લાલજી મંદિર સલાયા, પિયર પક્ષની સાદડી સાથે છે.
ચિતલ:
બ્રહ્મક્ષત્રિય ચિતલ નિવાસી સ્વ. મોહનલાલ મોરારજી
મેરના પત્ની અનસુયાબેન (ઉ.100) તે સ્વ. રસિકલાલ, શશીકાંતભાઇ, કિશોરભાઇ, સ્વ. કનૈયાલાલ,
જગદીશભાઇ તથા સરલા ગીરીશકુમાર સોપારિયા (ભાવનગર) તે જ્યોતિબેન ધર્મેન્દ્રકુમાર બોસમિયા
(જેતપુર)ના માતા, સ્વ. મગનભાઇ તથા સ્વ. ચત્રભુજભાઇના ભાભી તે સ્વ. જમનાદાસ ભાણજી જોગી
(િચતલ)ના દીકરીનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.7ના સાંજે 4-30 કલાકથી
6-30 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, મોદી શેરીમાં
છે.
ભાટિયા:
મૂળ કેનેડી નિવાસી હાલ જામનગર રામદેભાઇ પીઠાભાઇ ચેતરીયા (ઉ.85) તે અરજણભાઇ, હમીરભાઇના
પિતાનું તા.4 ના અવસાન થયું છે. ઉઠમણું તા.10ના સાંજે 5 થી 6 આહિર સમાજ, સત્યમ કોલોની
જામનગર ખાતે ભાઇઓ તથા બહેનો માટે છે.
માણાવદર:
સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ મૂળ વતન પાંચતલાવડા, માણાવદર તથા હાલ ગાંધીનગર શ્રી
માધવજીભાઇ નારણજી મહેતા (ઉ.82) તે રાજેશભાઇ મહેતા તથા હેમાબેન ભાવેશભાઇ દવેના પિતા,
ધર્મિષ્ઠાબેન મહેતાના સસરા, હિમાની, ચિતના દાદા, મનુભાઇ, ભૂપતભાઇ અને પ્રકાશભાઇના કાકાનું
તા.3ના અવસાન થયું છે. બેસણું માણાવદર મુકામે તા.9નાં સાંજે 4 થી 6 સમસ્ત બ્રહ્મસમાજની
વાડી ગાયત્રી મંદિર પાછળ માણાવદર છે.
ટીંબી
(તા.ઉમરાળા): સ્વ. વૃજલાલ નરોતમદાસ વ્યાસના પત્ની પુષ્પાબેન (ઉ.85) તે સ્વ. વિનોદરાય
નરોતમદાસના ભાભી, દિનેશભાઇ વ્યાસ, દિપકભાઇ
વ્યાસ, અશોકભાઇ વ્યાસ, ભાવનાબેન દિનેશકુમાર જોષીના માતા, પારૂલબેન, નિશાબેન, ડિમ્પલબેનના
સાસુ, જાનવી અને યશભાઇ, હેત, કિશનનાં દાદી, સ્વ. દિનકરરાય પ્રભાશંકર જોષી, સ્વ. કપિલભાઇ
જોષી, પ્રતાપભાઇ જોષી, દિલીપભાઇ જોષી, ઘનશ્યામભાઇ જોષી,
દેવેન્દ્રભાઇ જોષી તથા સ્વ. હિરાબેન પ્રાણલાલ વ્યાસ, લલીતાબેન નવલશંકર
જોષી, સ્વ. હંસાબેન ચંદ્રકાન્ત પંડયા, ઉષાબેન
જીતેન્દ્રભાઇ વ્યાસના બહેનનું તા.4ના અવસાન થયું છે. બન્ને પક્ષની સંયુકત સાદડી તા.8ના
સવારે 9 થી સાંજે 6 આખો દિવસ મુ. ટીંબી, તા. (ઉમરાળા) તેમના નિવાસ સ્થાને છે.
પોરબંદર:
નરેન્દ્રભાઇ નરશિંગલાલ જોષી (ઉ.83) તેઓ નીલાબેનના પતિ, સ્વ. વ્રજલાલ લીલાધર કવડીયાના
જમાઇ, પ્રવીણભાઇ (ડોમ્બીવલી), સ્વ. ઉમાકાંત, સ્વ. દમયંતીબેન, દુલારીબેન (ઘાટકોપર),
પુષ્પાબેન (બોરીવલી)ના ભાઇ, ભરતભાઇ, ધર્મેન્દ્રભાઇ, દેવેન્દ્રભાઇ, ઉપેન્દ્રભાઇ, જીતુભાઇના
પિતાશ્રીનું તા.4ના અવસાન થયું છે. પ્રાર્થના સભા તા.7 નાં 5 થી 7 એચ.એમ.પી. કોલોનીમાં
આવેલ ભીમેશ્વર મહાદેર મંદિરે છે.
જેતપુર:
બ્રહ્મક્ષત્રિય સ્વ. રતિલાલ લાલજી મણિઆર (મોરબીવાળા)ના પુત્ર, સ્વ. જશવંતરાયના પત્ની,
શારદાબેન (ઉ.76) તે હર્ષાબેન, બીનાબેન, હેમાબેન, અમિતના માતા, જીજ્ઞાબેનના સાસુ, હર્ષિતના
દાદીમા, સ્વ. શાંતિલાલ જગજીવન નિર્મળ (ધોરાજી)ની
દીકરીની પ્રાર્થનાસભા તા.7નાં સાંજે 5 થી 6 પિયર પક્ષની સાદડી સાથે બ્રહ્મક્ષત્રિય
જ્ઞાતિની વાડી, ભાદર રોડ, જેતપુર છે.
વલ્લભીપુર:
પચ્છેગામ હાલ વલ્લભીપુર નિવાસી રામદેવસિંહ અદુભા ગોહિલ તે રાયસિંહ અદુભા ગોહિલ (હાલ
-અમદાવાદ)ના નાના ભાઇ, યશપાલસિંહ (હાલ ગાંધીનગર)ના કાકા તથા જસપાલસિંહ (સીએચસી -વલ્લભીપુર હોસ્પિટલ), રાજદીપસિંહ ગોહિલ (પીએચસી- પાટણ હોસ્પિટલ)ના
પિતાનું તા.6ના અવસાન થયું છે. બેસણું તા.11ના સવારે 9 થી 12 છે. હાઉસિંગ બોર્ડ, વલ્લભીપુર
નિવાસ સ્થાને છે.
રાજકોટ:
વસુંધરાબેન ગિરીશભાઇ વ્યાસ (ઉ.80) તે સતિશભાઇ, સંદીપભાઇ, ઉમેશભાઇના માતા, રૂષિન, વ્યોમ, કિર્તન, રૂત્વિ તથા જયના દાદીનું
તા.6ના અવસાન થયું છે. સ્મશાન યાત્રા તા.7ને ગુરૂવારે સવારે
7-30 વાગ્યે સંદિપભાઇના નિવાસસ્થાન 306, શિવમ એપાર્ટમેન્ટ, રોયલ હોમ સામે, શાંતિનગર
શેરી નં.2, નાગેશ્વર જામનગર રોડથી રૈયા સ્મશાન ગૃહ રાજકોટ જશે.
રાજકોટ:
જગજીવન મોહનલાલ રાચ્છ (ઉ.85) તે રમાબેનનાં પતિ, પરેશભાઈ, કિરીટભાઈ, સુરેશભાઈ, સ્વ.િમતેષભાઈ,
દર્શનાબેન વિઠ્ઠલાણીનાં પિતા, શૈલેષભાઈનાં સસરા, મોરબી નિવાસી નરભેરામ કલ્યાણજી મિરાણીનાં
જમાઈનું તા.6 નાં અવસાન થયુ છે. બેસણુ તા.7 નાં સાંજે 4.30 થી 6 રાષ્ટ્રીય શાળા, પ્રાર્થનાસભા
હોલ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ પિયર પક્ષની સાદડી
સાથે
છે.
ભાવનગર:
સિહોર નિવાસી હાલ ભાવનગર સ્વ.ચંદ્રકાંત વનમાળીદાસ જેઠવાના પુત્ર ચેતનભાઈના પત્ની ઈલાબેન
(ઉં.64) તે પારૂલબેન, જાગૃતિબેન, ભાવેશભાઈ, અલકાબેન, રાજુભાઈ, પાર્થિવભાઈના ભાભી, હરેશભાઈ,
જયેશભાઈ (બીએસએનએલ), કિશનભાઈના માતા, તે શિવાનીબેન, બિંદીયાબેનના સાસુ, જાનકીબેન પ્રતીકકુમાર,
ભાર્ગવ, હિંમાશુ, દર્શન, જય, ઓમ, તેઓના ભાભુ, તળાજાવાળા સ્વ.લાલજીભાઈ નથુભાઈ ગોહેલની
દીકરી, સ્વ.પ્રવીણભાઈ નથુભાઈના ભત્રીજી, પ્રકાશભાઈ, રમેશભાઈ, જ્યોતિબેન, કૈલાશબેન,
આશાબેનના મોટાબેનનું તા.6 ના અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા.7 ના સાંજે 4 થી
6.30 તેમના નિવાસ સ્થાન, દેસાઈનગર પેટ્રોલ પંપ સામે, એચડીએફસી બેંકવાળા ખાચામાં ભાવનગર
છે.
માણાવદર:
સ્વ.દલાલ મુળજી સુંદરજી બોરીચાના પુત્ર સુરેશભાઈ (ઉં.66) તે બીલખાવાળા મથુરાદાસ જાદવજી
શિંગાળાના જમાઈ, હસમુખભાઈ, અશોકભાઈ, જયેશભાઈ, હિતેષભાઈના ભાઈ, ચિરાગભાઈ, દિપ્તીબેનના
પિતાનું તા.6 ના અવસાન થયું છે. ઉઠમણુ, શ્વસુર પક્ષની સાદડી તા.7 ના સાંજે પ થી 6 પ્રગટેશ્વર
મહાદેવ મંદિર, શ્રી રંગ રેસીડેન્સીની સામે, ભાવનગર ચોકની પાસે,
રાજકોટ
છે.
બોટાદ:
પરમાર માધુભાઈ ત્રિભોવનભાઈ (ઉ.78) (ખસ્તા નિવાસી હાલ બોટાદ રીટાયર્ડ નગરપાલીકા શિક્ષક)
તે ઉમરગઢના સોમાભાઈ ગણેશભાઈ ભેજાળીયાના જમાઈ, આશિષભાઈના પિતા, દલસુખભાઈ, હિંમતભાઈ,
જગદિશભાઈના મોટાભાઈ, જયના દાદાનું, ઘનશ્યામભાઈ, નરસિંહભાઈના બનેવીનું તા.પ મીએ અવસાન
થયુ છે.