• સોમવાર, 23 ફેબ્રુઆરી, 2026

avshan nodh

ભાવનગરના ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંતનું અવસાન

ભાવનગર, તા.22: ભાવનગર નજીક અધેવાડા પાસે આવેલા સુપ્રસિદ્ધ ફુલઝરીયા હનુમાનજી મંદિરના મહંત પરમહંસદાસ (ઉ.વ.89)નું તા.22ના અવસાન થયું છે. તેમના સેવકો માટે તા.23ને સોમવારના અંતિમ દર્શન સવારે 11 વાગ્યે છે. પાલખીયાત્રા બપોરે 2 ફુલસરીયા મંદિર અધેવાડાથી નીકળશે.

 

ચક્ષુદાન

રાજકોટ: રઘુવંશી સમાજ રાજકોટના સ્વ.કાંતિભાઈ ઉનડકટનું દુ:ખદ અવસાન થતા જયેશભાઈ, નીતાબેન, વિપુલભાઈ તેમજ પરિવારજનોએ ચક્ષુદાનનો પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. સ્વ.કાંતિભાઈના ચક્ષુનું દાન વિવેકાનંદ યુથ ક્લબના માર્ગદર્શક મુકેશભાઈ દોશી, ચક્ષુદાન અભિયાન સમિતિના સંયોજક અનુપમ દોશી, ઉપેનભાઈ મોદી દ્વારા કરવામાં આવેલ. ડો.ધર્મેશ શાહે સહકાર આપેલ. સંસ્થાનું આ સળંગ 193મું ચક્ષુદાન છે.

રાજકોટ: ચાતુર્વેદી મચ્છુકાંઠિયા મોઢ બ્રાહ્મણ મુ.સાલપીપળીયા હાલ રાજકોટ હરકાંતભાઈ અમૃતલાલ દવે (ઉં.78) તે નીલમબેનના પતિ, ભાવેશભાઈ, પરેશભાઈના પિતા, સ્વ.નવીનભાઈ, સ્વ.હસમુખરાય, પ્રદીપભાઈ, સ્વ.િનર્મળાબેન, સ્વ.જ્યોત્સનાબેનના ભાઈ, દેવર્ષના દાદા, સ્વ.િત્રવેદી નંદલાલ જીવરામ (કોલસા)વાળાના જમાઈનું તા.22ના અવસાન થયું છે. ઉઠમણું, પિયર પક્ષનું બેસણું તા.23ના સાંજે 5 થી 6, રવિ રત્નપાર્ક, શેરી નં.2, સોમેશ્વર મહાદેવ મંદિરે છે.

વીરપુર (જલારામ): રણછોડભાઈ જુઠાભાઈ વઘાસીયા (ઉં.80)(પૂર્વ આચાર્ય-જલારામજી વિદ્યાલય) તે માવજીભાઈના લઘુબંધુ, અક્ષયભાઈ (સુરત), ભાવેશભાઈ (વાંકાનેર), વીમલભાઈ (જુનાગઢ)ના પિતા તથા ચંદુભાઈ (વર્ધમાનવાળા)ના કાકાનું તા.22ના અવસાન થયું છે.

રાજકોટ: મનહરલાલ વ્રજલાલ ચંદારાણા તે દક્ષાબેનના પતિ, કેતનભાઈ, ભાવિનભાઈ અને રીપલબેનના પિતા તે સુનીલકુમાર ગણાત્રાના સસરાનું તા.22ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના પિયર પક્ષની સાદડી સાથે પંચનાથ મંદિર, પુનિત હોલ, રાજકોટ છે.

રાજકોટ: ભારતીબેન જયંતીલાલ ઉનડકટ તે જયંતીલાલ ગીરધરલાલ ઉનડકટનાં પત્ની, નિલેશભાઈ, હિતેશભાઈનાં માતા, સ્વ.નાથાલાલ ગોકળદાસ લુક્કા (માંગરોળ)નાં દીકરીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.23ના બપોરે 4થી 5-30, જાગનાથ મંદિર, જલારામ સોસાયટી, તળાવ દરવાજા, જૂનાગઢ, પિયર પક્ષની સાદડી સાથે છે.

રાજકોટ: કારડીયા રાજપૂત હીરાબેન ભાણજીભાઈ ગોહેલ (ઉં.82) તે લાલસિંહભાઈ, અજીતભાઈનાં માતા અને મહેન્દ્રભાઈ, સંજયભાઈ તથા અભિષેકનાં દાદીનું તા.19ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4થી 6 દરમિયાન ખોડિયાર મંદિર, લક્ષ્મીનગર શેરી નં.2, રાજકોટ છે.

રાજકોટ: મંછાબેન રતિલાલ નિદ્વૌડાનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4થી 6, પ્રજાપતિ નગર શેરી નં.1, પેડક રોડ, રાજકોટ છે.

રાજકોટ: કચ્છ ગામ અકરી હાલ રાજકોટ સ્વ.શંભુરામ સુરજી ગણાત્રાનાં પત્ની મંગળાબેન (ઉં.91) તે કિશોરભાઈ, રસિકભાઈ, પ્રવીણભાઈ, મહેશભાઈ, ભરતભાઈ, મીનાબેન મનીષકુમાર કોટક, નયનાબેન વિલાશકુમાર ધનસોતા, જિજ્ઞાબેન સંજયકુમાર નરમનાં માતા, પુષ્પાબેન, જયાબેન, મીનાક્ષીબેન, મીતલબેન, જયશ્રીબેનનાં સાસુ, રેખાબેન, હિતેશભાઈ, જલ્પાબેન, નીશાબેન, યોગેશભાઈ, ચિરાગભાઈ, ધ્રુવભાઈ, રોહનભાઈ, હિમાંશુભાઈ, હીનાબેન, રીન્કુબેન, મેહુલભાઈનાં દાદી, સ્વ.ધનજી મેઘજી, સ્વ.પુરુષોત્તમ મેઘજી ચંદે, સ્વ.કેશાબેન જયરામભાઈ ગણાત્રા, સ્વ.મોંઘીબેન મેઘજીભાઈ દાવડા, સ્વ.સાવિત્રીબેન મેઘજીભાઈ દાવડાનાં બહેનનું તા.21ના અવસાન થયું છે. બન્નેની પ્રાર્થનાસભા તા.23ના સાંજે 5થી 6, કચ્છી લોહાણા દરિયા સ્થાન, મોરબી રોડ, ધોળકિયા સ્કૂલની બાજુમાં, રાજકોટ છે.

ગોંડલ: જેતપુર નિવાસી હાલ ગોંડલ સ્વ.વ્રજલાલ ફૂલચંદ ગાંધીના પુત્ર ધીરેન્દ્રભાઈ (ઉં.77) તે ભાવનાબેનના પતિ, સ્વ.અનંતરાયભાઈ (બાલાભાઈ), સ્વ.પ્રતાપભાઈ, સ્વ.નવીનચંદ્ર, નાનાભાઈ, ચિરાગભાઈ, ભાવિકાબેન ચોક્સીના પિતા, પ્રિન્સના દાદા, અનોપચંદ પુરુષોત્તમ ઉચાટના જમાઈ, દિનેશભાઈ, રોહીતભાઈ, કિરીટભાઈ, કિરણભાઈના બનેવીનું તા.18ના અવસાન થયું છે. ઉઠમણું તા.23ના સવારે 10 કલાકે દાદા ડુંગરસીજી મહારાજના ઉપાશ્રયે નાની બજાર ગોંડલ છે. પ્રાર્થનાસભા 10-30 કલાકે બેનાણીની વાડી, વચલી શેરી ખાતે છે.

રાજકોટ: જમનાદાસ હીરજીભાઈ કાનાણીનું તા.22ના અવસાન થયું છે. બેસણું તા.23ના સાંજે 4થી 5-30, માતૃશ્રી જેઠીબેન ગોરધનભાઈ ગોવાણી ઉમા ભવન, જે. કે. ચોક, યુનિવર્સિટી રોડ, રાજકોટ છે.

વડિયા: નરેન્દ્રભાઈ કાનજીભાઈ દેવાણી (ઉં.61) રે.વડીયા હાલ મુંબઈ તે જતીનભાઈ દેવાણીના પિતા, નીતિનભાઈ, મહેશભાઈના વડીલબંધુનું તા.20ના મુંબઈ મુકામે અવસાન થયું છે. બેસણું તા.26ના સવારે  થી 12, વડીયા મુકામે બાબુભાઈ સોજીત્રાના નિવાસ સ્થાને, ગાંધી ચોક પાસે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક