• રવિવાર, 06 જુલાઈ, 2025

નેશનલ હાઈવે પર પુલ, સુરંગ કે ફલાયઓવર હશે તો ટોલ અડધો

ટેક્સ ગણતરીના નિયમમાં બદલાવથી વાહન ચાલકોને રાહત

નવી દિલ્હી, તા.પ : કેન્દ્ર સરકારે એક મહત્ત્વના નિર્ણયમાં નેશનલ હાઈ વે જ્યાં પુલ, સુરંગ કે ફલાયઓવર છે ત્યાં ટોલ ટેકસ ઘટાડીને અડધો કરી નાંખ્યો છે. અત્યાર સુધી એનએચ ફ્રી રુલ અંતર્ગત ટોલની વસૂલાત થતી હતી.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નિયમમાં કરેલા બદલાવથી વાહન ચાલકોને મોટી રાહત મળશે. ટોલ ટેકસની ગણના માટે હવે નવી પદ્ધતિ અપનાવવામાં આવશે. મંત્રાલયે જાહેર કરેલા નોટિફીકેશન અનુસાર નેશનલ હાઈ વે ના કોઈ ભાગ પર બનેલા સ્ટ્રકચર જેવા કે પુલ,સુરંગ, ફલાયઓવર અથવા એલિવેટેડ હાઈ વેના ઉપયોગમાં ટોલની ગણતરી સ્ટ્રકચરની લંબાઈ અને હાઈ વે ના એ ભાગની લંબાઈ જેમાં સ્ટ્રકચર નથી તેની સાથે જોડવામાં આવશે. એટલે પુલ, સુરંગ કે ફલાયઓવરને કારણે લાગતો ટેક્સ હવે દૂર કરાશે.

મંત્રાલયે સ્પષ્ટ કર્યુ છે કે ટોલ ટેકસ ઓછી લંબાઈ પર લાગશે એટલે કે ર00 કિમી પર, 400 કિમી પર નહીં. યુઝર ચાર્જ રસ્તાની લંબાઈના માત્ર અડધા-પ0 ટકા પર જ લાગશે. એટલે હવે જે નેશનલ હાઈ વે ઉપર પુલ, સુરંગ કે ફલાય ઓવર હશે તેના પર અગાઉની તુલના એ ઓછો ટોલ ચૂકવવો પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક