• રવિવાર, 28 એપ્રિલ, 2024

આંખોની અંદર શૂન્યતા ભરી દેતી ઘટનાઓ

અમદાવાદમાં વિદેશી વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના સમાચાર હજુ માધ્યમોમાં હતા. આપણી છાપ પરદેશમાં કેવી પડશે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી હતી.  શરમ શબ્દ વારંવાર ઉપયોગમાં લેવામાં આવ્યો પરંતુ તે પછીના કે તેની આસપાસના ટૂંકા ગાળામાં અત્યંત શરમજનક ઘટનાઓ બની ગઈ અને કમનસીબે ચારેયના મૂળમાં ધાર્મિક વય મનુષ્ય પડેલું દેખાયું.   આંખોમાં ખુન્નસ ભરનારા લોકો પણ હશે. પરંતુ અમદાવાદ,  દિલ્હી,  કર્ણાટક અને ઉત્તર પ્રદેશના બદાયુંની ઘટના પછી આંખોમાં શૂન્યતા ભરાઈ જાય તેવી સ્થિતિ છે.

વિદેશી વિદ્યાર્થીઓને માર મારવાની ઘટના પણ સ્વીકાર્ય અને સામાન્ય નથી પરંતુ ઉત્તર પ્રદેશના બદાયુમાં બનેલી ઘટના હૃદયને કંપાવી જાય તેવી,  માનવતા સામે પ્રશ્નાર્થ ઊભા કરી દે તેવી છે.  13 વર્ષનો કિશોર આયુષ અને સાત વર્ષનો તેનો ભાઈ આહાન પોતાના ઘરમાં હતા ત્યાં જ પડોશમાં હેર ડ્રેસરની દુકાન ધરાવતો  સાજીદ નામનો એક યુવાન તેના ઘરમાં ઘૂસીને બંનેની હત્યા કરી નાખે છે. જે પરિવારના બે દીવડાઓ સાજીદે નફરતની શાંતિથી ઓલવી નાખ્યા તે ઘરની ગૃહિણી તો સાજીદને તેની પત્નીની પ્રસુતિ માટે મદદ કરી રહી હતી. ઘટના પછી પોલીસથી ઘેરાયેલા સાજીદે પોલીસ પર પણ હુમલો કર્યો એન્કાઉન્ટરમાં તેનું મોત થયું.  તેને કહેવામાં આવ્યું હશે તે પ્રમાણે જન્નતમાં પહોંચી ગયો.

બદાયુની આ ઘટના અત્યંત નિંદનીય છે અને કાનૂની પ્રક્રિયા કે માનવ અધિકાર જેવી બાબતો સામે ઉઠતા પ્રશ્નાર્થ અને સમર્થન આપે છે. થોડા દિવસો પહેલા દિલ્હીમાં જાહેરમાં નમાજ અદા કરી રહેલા કેટલાક લોકો પર પોલીસે અત્યાચાર કર્યાની ઘટના સામે આવી હતી.  આ બધું ચાલી રહ્યું છે ત્યાં કર્ણાટકના બેંગલુરુમાં એક દુકાનમાં હનુમાન ચાલીસા સંભળાઈ રહી છે તેની સામે વાંધો ઉઠાવીને કેટલાક યુવાનો દુકાનના માલિક પર તૂટી પડયા.  જ્યાં ગણેશ ઉત્સવ હતો ત્યાં નમાજ નહીં અને નમાજના સમયે હનુમાન ચાલીસા શા માટે આ માનસિકતા આપણને કઈ તરફ લઈ જઈ રહી છે?

દેશનું શિક્ષણ,  ધર્મનું શિક્ષણ આપતી સંસ્થાઓ ધાર્મિક માન્યતાઓ શું આપણને સદીઓ  પાછળ ધકેલી રહ્યા છે કર્ણાટકમાં રાજકીય દાવપેચના ભાગરૂપે હિન્દુ દેશ માથું ઉચકતો હોય તેવા સ્પષ્ટ સંદેશ છે મંદિરોની આવક પર ટેક્સ નાખવાનો ખરડો કર્ણાટક વિધાનસભાએ મંજૂર કર્યો છે.  ચર્ચ કે મસ્જિદ માટે ટેક્સ નાખવાની જોગવાઈ કર્ણાટકની સરકારે કરી નથી.  કોઈ દુકાનદાર પોતાની દુકાનમાં હનુમાન ચાલીસા વગાડે અને તેને ધમકી આપવામાં આવે તેમ છતાં ઘટનાના કેટલાક આરોપી ઝડપાય નહીં તેવી સ્થિતિ યોગ્ય નથી આપણા કમનસીબે આવી સ્થિતિની ટીકા પણ અત્યારે વિપક્ષ ગણાતા કોઈ રાજકીય સંગઠન કરી નથી.

  ધર્મ માણસને સંવેદનશીલ કે માનવીય બનાવે કે પછી ઘાતકી બનાવે? તેવો પ્રશ્ન અહીં સર્જાય અને તે કોઈ એક ધર્મ માટે નથી પરંતુ અહીં બનેલી ઘટનાઓ તો આપણા માટે વિચારવા લાયક અને માનવીય મૂલ્યોની પુન:સ્થાપનાની માંગ કરતી હોય તેવી છે જ સાથે જ કોઈપણ એક સમુદાયના લોકોને રાજકીય સ્વાર્થ માટે થાબડતા પક્ષ કે સરકાર માટે પણ ગંભીર વિચાર માંગી લે તેવી છે. આદર્શ કે એકતાની વાત ન કરીએ તો પણ કાયદો વ્યવસ્થા સંદર્ભે અત્યંત ગહન વિચારણાની જરૂર છે.

ઇ-પેપરના નવા શુલ્ક