• બુધવાર, 28 ફેબ્રુઆરી, 2024

ખાલિસ્તાનીઓ સામે ભારતીયતાનું ઐક્ય

ભારતીય રાજદૂત તરણજિતસિંઘ સંધુ સાથે ન્યૂયોર્કના ગુરુદ્વારામાં થયેલી ગેરવર્તણૂક, ધક્કામુક્કીની ઘટના હજી તાજી છે. ખાલિસ્તાનના સમર્થકોએ અને થોડા સમય પૂર્વે કેનેડાના સત્તાધીશ જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની નેતા હરદીપ નિજ્જરની હત્યાનો આરોપ ભારત પર મૂક્યો હતો. ભારત પ્રત્યે સતત શત્રુભાવ પ્રગટ કરતા ગુરપતવંતસિંઘ પન્નુની હત્યાના કાવતરાંનો પણ હવે વિવાદ શરૂ થયો છે. અમેરિકાનું વલણ આ મુદ્દે ભારત પ્રત્યે હોવું જોઈએ તેવું નથી. ઘનિષ્ટ મિત્રતા ભારત અને અમેરિકા વચ્ચે હોવા છતાં આ બાબતે તે અલગ રીતે વર્તી રહ્યું છે. પન્નુની બાબતમાં અમેરિકા મદદ કરે તેવી અપેક્ષા ભારતને હોય પરંતુ થઈ રહ્યંy છે થોડું અલગ. આમ પણ ખાલિસ્તાનીઓની ગતિવિધિઓ પર નિયંત્રણની તો સત્વરે જરૂર છે.

ગુરપતવંતસિંઘ પન્નુએ એર ઈન્ડિયાના વિમાન ઊડાવી દેવાની ધમકી આપી હતી. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો વિશ્વકપ ક્રિકેટ ફાઈનલ મેચ પણ નહીં રમાવા દે તેવી ચીમકી ઉચ્ચારી હતી. તે સિવાય પણ ભારતની વિરુદ્ધ તેના નિવેદનો સતત આવતા રહે છે. હવે એવી વાત આવી છે કે પન્નુની હત્યાનું કાવતરું ભારતના ઈશારે રચાયું છે. કેનેડાએ કરેલા આક્ષેપ પણ તે સાબિત કરી શક્યું નથી. ટ્રુડોની સરકારને શીખો- કેટલાક ખાલિસ્તાની ચળવળકારીઓનો ટેકો છે તેથી તે આ બધું કરે છે તે વાત તો જૂની થઈ ગઈ. હવે અમેરિકા તરફથી ભારતને સહકાર મળે તે

આવશ્યક છે.

બ્રિટન, અમેરિકા અને કેનેડામાં ભારત વિરોધીઓ અનિયંત્રિત બની રહ્યા છે.ગુરુનાનક જયંતીએ જ ભારતીય રાજદૂત સાથે થયેલી ગેરવર્તણૂક  ઘણું સ્પષ્ટ કરી જાય છે. અમેરિકા પણ હવે આવી પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરી રહ્યું છે. સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં આગની ઘટના બન્યા પછી કોઈ નક્કર પગલાં ભરવાને બદલે અમેરિકાએ ફક્ત તેની નિંદા કરી છે.

કેનેડા આવા તત્વોને વધારે પનાહ આપે છે. ત્યાં અલગતાવાદી તત્વો વિરુદ્ધ દેખાવ થવાના પણ શરૂ થઈ ગયા છે. જ્યાં જ્યાં ખાલિસ્તાનીઓ ભારત કે હિન્દુ ધર્મ વિરુદ્ધ કંઈ કરે, એકઠા થાય ત્યાં હવે ભારતીય સમુદાય પણ એક્તા બતાવી રહ્યો છે. રાજદ્વારી પ્રક્રિયા તો થઈ જ રહી છે. કેનેડાના આક્ષેપોનો તદ્દન સચોટ જવાબ ભારત સરકારે આપ્યો જ છે. ત્યાં વસતા લોકો

પણ આવો અભિગમ અપનાવે અને પોતાનું ઐક્ય બતાવે તે આવશ્યક છે.

Budget 2024 LIVE