• રવિવાર, 19 મે, 2024

મોદીએ અમદાવાદનાં રાણીપમાં કર્યું મતદાન

અમિત શાહે નારણપુરા ખાતેનાં મતદાન મથક પર મતદાન કર્યું

અમદાવાદ, તા.7 : લોકસભા ચૂંટણી માટે આજે ગુજરાતમાં 25 બેઠક તેમજ 5 વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. વડાપ્રધાન મોદી અમદાવાદનાં રાણીપમાં નિશાન સ્કૂલનાં મતદાન મથક પર મતદાન કર્યું હતું. આ અવસરે વડાપ્રધાનના ભાઈ સોમાભાઈ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન મથક પર ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં રાણીપમાં વિશાળ જનમેદનીએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પગપાળા ચાલતાં મતદાન મથક સુધી પહોંચ્યા. વડાપ્રધાને સામાન્ય નાગરિકની જેમ લાઇનમાં ઉભા રહીને મતદાન કર્યું હતું. વડાપ્રધાને તેમના મોટાભાઈ સોમાભાઈ મોદીને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધા હતા. મતદાન મથક પર મોદી મોદીના નારા લાગ્યા હતા. વડાપ્રધાને મતદાન કર્યા બાદ લોકોને મળવા પહોંચ્યા અને સાથે સેલ્ફી પણ લીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યા પહેલાં તેમણે સીયા પટેલ નામની એક દીકરીને ઓટોગ્રાફ આપ્યો હતો. આ દીકરીએ વડાપ્રધાન મોદીનું પોટ્રેટ બનાવ્યું હતું. જેના પર તેમણે ઓટોગ્રાફ આપ્યો હતો. વડાપ્રધાનને જોતા જ વિશાળ જનમેદનીએ જય શ્રીરામના નારા લગાવ્યા હતા.

મતદાન કરતાં પહેલાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લોકોને મોટી સંખ્યામાં વોટ કરવાની અપીલ કરી હતી. વડાપ્રધાને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અતિશય ગરમીમાં પણ તમે લોકો દિવસ - રાત ભટકી રહ્યા છો. તમારે તમારાં સ્વાસ્થ્યની ચિંતા કરવી જોઈએ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલાં મતદાન બાદ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમના પરિવારના સભ્યો સાથે અમદાવાદનાં નારણપુરા ખાતેનાં મતદાન મથક પર મતદાન કર્યું હતું. દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના પરિવાર સાથે શિલજ ગામમાં મતદાન કર્યું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

અંધશ્રદ્ધાનું નિશાન બનતું કૂમળુ ફૂલ : માસૂમ બાળકીને ભૂવાએ અગરબત્તીના ડામ દીધા રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા બાદ સમગ્ર ઘટના બહાર આવી May 19, Sun, 2024